Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

દિવગી ટૉર્કટ્રાન્સફર સિસ્ટમ્સનો IPO 1લી માર્ચે ખુલશે

₹ 5ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ ₹ 560થી ₹ 590 નક્કી થઈ છે;

દિવગી ટૉર્કટ્રાન્સફર સિસ્ટમ્સ લિમિટેડ (“કંપની”) ભારતમાં અતિ થોડા સપ્લાયર્સમાં સામેલ છે, જે સિસ્ટમ સ્તરના ટ્રાન્સફર કેસ, ટૉર્ક કપ્લર અને ડ્યુઅલ-ક્લચ ટ્રાન્સમિશન (ડીસીટી) સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપની ભારતમાં ઓટોમોટિવ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેનુફેક્ચરર્સ (ઓઇએમ)ને ટ્રાન્સફર કેસ સિસ્ટમ્સની અગ્રણી કંપનીઓ પૈકીની એક છે.

DIVGI TORQTRANSFER SYSTEMS LIMITED Price Band fixed at ₹ 560 to ₹ 590 per Equity Share of face value of ₹ 5 each; Divgi Torqtransfer’s Offer will Open on Wednesday- March 01- 2023 and close on Friday, March 03, 2023;

તથા ભારતમાં પેસેન્જર વ્હિકલ ઉત્પાદકોને ટ્રાન્સફર કેસ સિસ્ટમ્સની સૌથી મોટી સપ્લાયર છે. વળી કંપની ભારતમાંથી ટ્રાન્સફર કેસીસનું ઉત્પાદન કરતી અને આંતરરાષ્ટ્રીય ઓઇએમને એની નિકાસ કરતી એકમાત્ર કંપની પણ છે તથા ભારતમાં ટૉર્ક કપ્લર્સની એકમાત્ર ઉત્પાદક છે.

કંપની ઇલેક્ટ્રિક વાહનો માટે ટ્રાન્સમિશન સિસ્ટમ્સ વિકસાવવા અને પ્રદાન કરવાની ક્ષમતા પણ ધરાવે છે તથા કંપનીએ ઇલેક્ટ્રિક વાહનો (ઇવી) માટે ટ્રાન્સમિશન સિસ્ટમ્સની પ્રોટોટાઇપ્સની ડિઝાઇન બનાવવાની અને વિકસાવવાની પ્રક્રિયા હાથ ધરી છે, જે માટે તેને એક બિઝનેસ એવોર્ડ પણ મળ્યો છે.

ઉપરાંત કંપની એવી થોડી કંપનીઓ પૈકીની એક છે, જે આંતરરાષ્ટ્રીય ઓઇએમ અને ટિઅર 1 ટ્રાન્સમિશન સિસ્ટમ્સ સપ્લાયર્સને સિસ્ટમ્સ સ્તરની સોલ્યુશન પ્રોવાઇડર તેમજ કમ્પોનેન્ટ કિટ સપ્લાયર તરીકે સેવા આપે છે.

કંપનીએ 01 માર્ચ, 2023ને બુધવારના રોજ ઇક્વિટી શેર્સ (“ઇક્વિટી શેર્સ”)નો આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) લાવવાની દરખાસ્ત રજૂ કરી છે.

આ દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ ₹ 5 છે. આ આઇપીઓમાં ₹ 180 કરોડ સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને 39,34,243 ઇક્વિટી શેરના વેચાણની ઓફર (“ઓફર ફોર સેલ”) સામેલ છે. એન્કર રોકાણકાર માટે બિડિંગની તારીખ 28 ફેબ્રુઆરી, 2023ને મંગળવાર રહેશે. ઓફર 03 માર્ચ, 2023ને શુક્રવારે બંધ થશે.

ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ ₹ 560થી ₹ 590 નક્કી થઈ છે. બિડ લઘુતમ 25 ઇક્વિટી શેર માટે અને પછી 25 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ આ કામગીરીઓ માટે કરશે – (1) પોતાની ઉત્પાદન સુવિધાઓના ઉપકરણો/મશીનરીઓની ખરીદી માટે મૂડીગત ખર્ચની જરૂરિયાત માટે ફંડ મેળવવા (“મૂડીગત ખર્ચ”) અને (ii) સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો (“ઇશ્યૂના ઉદ્દેશો”).

વેચાણ માટેની ઓફરમાં ઓમાન ઇન્ડિયા જોઇન્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ 2ના 22,50,000 ઇક્વિટી શેર, એનઆરજેએન ફેમિલી ટ્રસ્ટના 14,41,441 ઇક્વિટી શેર (એના કોર્પોરેટ ટ્રસ્ટી એનટ્રસ્ટ ફેમિલી ઓફિસ લીગલ એન્ડ ટ્રસ્ટીશિપ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રતિનિધિત્વ) (“રોકાણકાર વિક્રેતા શેરધારકો”) અને કંપનીના ચોક્કસ નોન-પ્રમોટર શેરધારકો દ્વારા 2,42,802 ઇક્વિટી શેર (“અન્ય નોન-પ્રમોટર વિક્રેતા શેરધારકો”) સામેલ છે.

ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ લિમિટેડ (“બીએસઇ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (“એનએસઇ”) પર થશે. ઓફરના ઉદ્દેશો માટે બીએસઇ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે.

ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છેઃ ઇંગા વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ અને ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ.

કંપની (1) ટોર્ક ટ્રાન્સફર સિસ્ટમ્સ (જેમાં ફોર-વ્હીલ ડ્રાઇવ (“4WD”) અને ઓલ-વ્હીલ ડ્રાઇવ (“AWD”) ઉત્પાદનો સામેલ છે), (2) મેન્યુઅલ ટ્રાન્સમિશન્સ અને ડીસીટી માટે સિન્ક્રોનાઇઝર સિસ્ટમ્સ અને (3) મેન્યુઅલ ટ્રાન્સમિશન, ડીસીટી અને ઇવીમાં ટૉર્ક ટ્રાન્સફર સિસ્ટમ્સ અને સિન્ક્રોનાઇઝર સિસ્ટમ્સ માટે ઉપર-ઉલ્લેખિત પ્રોડક્ટ કેટેગરીઓ માટે કમ્પોનેન્ટ સામેલ છે. કંપની (1) ઇવી માટે ટ્રાન્સમિશન સિસ્ટમ્સ, (2) ડીસીટી સિસ્ટમ્સ અને (3) રિઅર વ્હીલ ડ્રાઇવ મેન્યુઅલ ટ્રાન્સમિશન્સ પણ વિકસાવે છે.

છેલ્લાં બે દાયકાથી કંપની ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કેટલીક પ્રસિદ્ધ સ્થાનિક અને બોર્ગવોર્નર જેવી આંતરરાષ્ટ્રીય ઓઇએમ સાથે મજબૂત અને સુસ્થાપિત સંબંધો ધરાવે છે. કંપની ટોચના પાંચ ગ્રાહકો પાસેથી એની આવકનો મહત્વપૂર્ણ હિસ્સો મેળવે છે,

જેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, ટોયોટા કિર્લોસ્કર ઓટો પાર્ટ્સ, બોર્ગવોર્નર અને એક રશિયન ઓટોમોબાઇલ ઉત્પાદક સામેલ છે. 30 સપ્ટેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા છ મહિનામાં, નાણાકીય વર્ષ 2021-22, નાણાકીય વર્ષ 2020-21 અને નાણાકીય વર્ષ 2019-20માં એની ચીજવસ્તુઓનાં કુલ વેચાણમાં ટોચના પાંચ ગ્રાહકોને ચીજવસ્તુઓના વેચાણમાંથી આવકનો હિસ્સો અનુક્રમે 92.66 ટકા, 91.28 ટકા, 92.86 ટકા અને 86.94 ટકા હતો.

ઉત્પાદનના પુરવઠા ઉપરાંત કંપનીએ જર્મનીની એક ઓટોમોટિવ કંપની સાથે પ્રોડક્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ (“પીડીએ”) અને ટેકનોલોજી ટ્રાન્સફર એગ્રીમેન્ટ (“ટીટીએ”) કરી છે. પીડીએ અને ટીટીએના સંબંધમાં કંપની ભારત માટે એક્લક્લૂઝિવ અધિકારો અને ભારતની બહારના બજારો માટે નોન-એક્સક્લૂઝિવ અધિકારો

સાથે ડીસીટી ઉપયોગિતાઓ માટે મહત્વપૂર્ણ ઘટકો અને સિસ્ટમ સંયુક્તપણે વિકસાવે છે. ટીટીએ સાથે સંબંધિત લાઇસન્સિંગ સમજૂતીનો ગાળો સમજૂતી થયાની તારીખથી 13 વર્ષના ગાળા માટે એટલે કે વર્ષ 2033 સુધીનો છે. કંપનીએ 4 ઓક્ટોબર, 2004ના રોજ બોર્ગવોર્નર સાથે લાઇસન્સ સમજૂતી પણ કરી છે,

જેને 1 માર્ચ, 2017ના રોજ રિન્યૂ કરીને વધુ સાત વર્ષ માટે લંબાવવામાં આવી છે. વળી કંપનીએ જાપાનની એક ઓટોમોટિવ સપ્લાય ચેઇન કંપનીએ બનાવેલા ઉત્પાદનો અને ઘટકો મેળવવા એની સાથે વિશિષ્ટ વિતરણ સમજૂતી પણ કરી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers