Western Times News

Gujarati News

‘E-Generation’માંથી બાળપણ થઈ રહ્યું છે બાદ !

આપણે બાળકોને પણ મોબાઈલની જેમ ‘સ્માર્ટ’ બનાવવાની કોશિશમાં તેઓની પાસેથી તેઓનું બાળપણ ઝૂંટવી રહ્યા છીએ. તેઓના તોફાનો, ધિંગા-મસ્તી, શેરીની રમતો, વૃક્ષો, નદીઓ, પશુઓ, પક્ષીઓ સાથેની તેની મિત્રતા આપણે તોડી રહ્યા છીએ

હમણાં એકે નિશાળમાં હાયર કે.જી.માં ભણતા એક છોકરાએ તેની સાથે ભણતી છોકરીને વેલેન્ટાઈન ડેના દિવસે પ્રપોઝ કર્યું. ટીચરે તેની બાલિશ હરકત પર હસતાં હસતાં પુછયું, તને આવું કોણે શીખવ્યું? તો તેણે જવાબ આપ્યો, મેં એક કાર્ટૂનમાં આવું જાેયું હતું. ધો.૩થી ૮ ના વિદ્યાર્થીઓ એકબીજાને મોબાઈલ નંબર આપી રહ્યા છે કે ‘ડેટ’ પ્લાન કરી રહ્યા છે. માધ્યમિક શાળામાં ભણતું બાળક પોર્ન મેગેઝિનો અને ફિલ્મો સુધી પહોંચી રહ્યું છે !

૧રમાં ધોરણ સુધીમાં તો એક-બે વખત ‘દિલ તૂટી’ જતાં હોય છે ! અને કોલેજના વિદ્યાર્થીઓએ તો બોલિવૂડ મુવીઝ જાેઈ જાેઈને શીખી જ લીધું છે કે કોલેજમાં જઈને ભણવાનું હોતું જ નથી. માત્ર મોજ મજા જ કરવાની હોય છે. શિક્ષણ મેળવવા જતાં આપણા સંતાનો આજે બહુ જ ઝડપથી શરાબ, ઓનલાઈન ગેમ્સ, ઓનલાઈન જુગાર, ડ્રગ્સ, સેકસના રવાડે ચડી રહ્યા છે. મારા બાળકને મને નથી ખબર પડતી એટલી ખબર ઈલેકટ્રોનિક ગેજેટ્‌સમાં પડે છે, એવું ગર્વ લેવાવાળા માતા-પિતાને શું ખબર છે કે તેઓના સંતાનો બહુ નાની ઉંમરથી ના શીખવાનું શીખી રહ્યા છે ? ઓ.ટી.ટી. પ્લેટફોર્મની ટિકિટ લઈને તેઓ પોતાની જિંદગીની ગાડીને બહુ ગલત ટ્રેક પર લઈ જઈ રહ્યા છે અને આપણે બસ તેઓને એ રસ્તે જતાં જાેઈ રહ્યા છીએ.

અને તેની આડઅસરો આજે સમાજમાં દેખાઈ જ રહી છે. ટેકનોલોજીનો વિરોધ નથી, પણ જે બાબતો અમુક ઉંમર બાદ જ બાળકો સુધી પહોંચવી જાેઈએ એ બહુ વહેલા પહોંચી રહી છે, તેનો માત્ર વિરોધ છે. આજે કેટલા બધા લોકોને આપણે બોલતા સાંભળી છીએ કે જે બાબતો વિષે આપણને કોલેજમાં આવ્યા બાદ ખબર પડી હતી કે લગ્ન બાદ ખબર પડી હતી, એવી બાબતો આજની જનરેશન બહુ નાની ઉંમરે શીખી લે છે. હવે શિખેલું જ્ઞાન ક્યાંક તો વપરાશે ને ! કારણ કે તેઓને ખબર જ નથી કે આ જ્ઞાનનો ઉપયોગ કયારે અને કેવી રીતે કરવો ? એટલે એ જ્ઞાન ગલત રસ્તે વપરાઈ રહ્યું છે અને તેને લીધે જ સમાજમાં શિસ્તના પ્રશ્રો ઉભા થઈ રહ્યા છે.

આજકાલ આપણે બાળકોને બધુ જ આપી રહ્યા છીએ, સિવાય કે બાળપણ ! નિર્દોષતા, નિખાલસતા વગેરે જેવી લાગણીઓ તો જાણે કે આપણે બાળકોના શબ્દકોષમાં રહેવા જ દીધી નથી. આપણે બાળકોને પણ મોબાઈલની જેમ “સ્માર્ટ” બનાવવાની કોશીશમાં તેઓની પાસેથી તેઓનું બાળપણ ઝૂંટવી રહ્યા છીએ. તેઓના તોફાનો, ધિંગા-મસ્તી, શેરીની રમતો, વૃક્ષો, નદીઓ, પશુઓ, પક્ષીઓ સાથેની તેની મિત્રતા આપણે તોડી રહ્યા છીએ.

જલ્દી જલ્દી બધુ જ શીખવાડી દેવાની લ્હાયમાં આપણે તેઓને જે જ્ઞાન અમુક ઉંમર બાદ જ આપવું જાેઈએ, તેઓ તે આપણે આપેલા તેઓએ માંગેલા નહી હો, તેવા ‘ઈલેકટ્રોનિક ગેજેટ્‌સ’ પાસેથી સમય અને સમજણ પહેલા શીખી રહ્યા છે અને ના કરવાની જગ્યાએ એપ્લાય પણ કરી રહ્યા છે ! આને લીધે બહુ નાની ઉંમરે આપણાં સંતાનો ડીપ્રેશન, સ્ટ્રેસ અનુભવી રહ્યા છે. પોતાના સોશિયલ ગ્રૂપમાં ટકવાનું દબાણ ફીલ કરી રહ્યા છે. વ્યસનોને ફેશન માનીને તેના ચક્રવ્યૂહમાં ફસાઈ રહ્યા છે તેઓમાં થઈ રહેલા હોર્મોન્સના ફેરફારને સમજ્યા વિના આમતેમ ભટકી રહ્યા છે.

બેફામ વાહનો ચલાવી પોતાની જિંદગીને જાેખમમાં મૂકી રહ્યા છે. કારણ કે બહુ નાની ઉંમરે આપણે તેઓને વાહન ચલાવવાનું પણ શીખવી જ દઈએ છીએ ને. વળી બધાને એવું લાગી રહ્યું છે કે આપણે આપણાં સંતાનોને આ બધુ નહી આપીએ તો તેઓ બીજા બાળકો કરતાં પાછળ રહી જશે. જમાના પ્રમાણે તેનો વિકાસ નહી થાય વગેરે વગેરે.. અરે આવું આપવું એના કરતં તો એ ધીમે ધીમે વિકસે એ સારું… તમારું બાળક ક્યાંય પાછળ નહી રહી જાય માટે સમય પહેલા એને એવું કશું જ ના શીખવા દ્યો કે જેનાથી તેઓની જિંદગીમાંથી બાળપણની અને સંસ્કારોની બાદબાકી થઈ જાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.