Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Ranbir અને Shradha કપિલના શોમાં સાથે કેમ ન આવ્યા?

મુંબઈ, રણબીર કપૂર હાલમાં પોતાની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ના પ્રમોશનમાં બિઝી છે. તાજેતરમાં તે ‘ધ કપિલ શર્મા શો’માં પણ જાેવા મળ્યો હતો. આ એપિસોડને આ વીકેન્ડમાં ટેલિકાસ્ટ કરાયો હતો.

આ શોમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરે ઘણી મસ્તી કરી અને મજેદાર વાતો શેર કરી હતી. આ દરમિયાન તેણે બોલીવૂડની એવી ડાર્ક સાઈડ પરથી પડદો ઉઠાવ્યો, જેના કારણે તેને દુઃખ થઈ રહ્યું છે અને તે પોતાનાપાણું મિસ કરે છે. The Kapil Sharma Showના રણબીર કપૂરવાળા એપિસોડના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. Why didn’t Ranbir and Shradha come together on Kapil’s show?

આવો જ એક વિડીયો ઘણો ચર્ચામાં છે, જેમાં રણબીર કપૂર બોલીવૂડની ગુમ થયેલી ‘એકતા અને પોતાનાપણું’ પર વાત કરી રહ્યો છે. આ દરમિયાન રણબીર કપૂરએ કંઈક એવું કહી દીધું, જે કદાચ બોલીવૂડના દરેક એક્ટર અને એક્ટ્રેસને દિલ પર વાગશે. રણબીર કપૂરે કહ્યું કે, ‘પોતાનાપણું હવે કદાચ નથી રહ્યું આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં, જ્યાં બધા આવીને એકબીજાને સેલિબ્રેટ કરતા હતા… જેમકે તહેવારના સમયે કે કોઈની ફિલ્મ રિલીઝના સમયે.

મને લાગે છે કે, આજકાલ એ જમાનો નથી રહ્યો અને હું તે ઘણું મિસ કરું છું, જ્યારે તમે ઈન્ડસ્ટ્રીમાંથી દરેકનો સપોર્ટ મળતો હતો. રણબીર કપૂરની આ વાતથી કપિલ શર્મા પણ સંમત થયો અને કહ્યું કે, એક્ટરે ઘણી જ સારી વાત કહી છે. ‘ધ કપિલ શર્મા શો’નો આ વિડીયો જાેત-જાેતામાં ટિ્‌વટર પર ચર્ચાનો વિષય બની ગયો. યૂઝર્સ અને ફેન્સ રણબીરની વાતનો સપોર્ટ કરતા જાેવા મળ્યા.

એક યૂઝરે લખ્યું કે, રણબીર તદ્દન સાચુ કહી રહ્યો છે. બોલીવૂડમાં હવે એકતા નથી જાેવા મળતી. અન્ય એક યૂઝરે કોમેન્ટ કરી કે, ‘છેલ્લે અમે બોલીવૂડમાં એકતા ત્યારે જાેઈ હતી, જ્યારે યશ ચોપરાની ‘વીર ઝારા’ રિલીઝ થઈ હતી. ત્યારે બધા સ્ટાર્સ આ ફિલ્મને સપોર્ટ કરવા સાથે આવી ગયા હતા.’

રણબીર કપૂરની વાત આમ તો ક્યાંકને ક્યાંક સાચી પણ છે. ૭૦,૮૦ અને ૯૦ના દાયકા સુધી એવો જમાનો હતો, જ્યારે દરેક પ્રસંગે આખું બોલીવૂડ એકસાથે જાેવા મળતું હતું. રાજ કપૂરને ત્યાં હોળીની ઉજવણી થતી હતી, ત્યારે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેમાં સામેલ થતી હતી. કોઈ એક્ટર કે એક્ટ્રેસ કોઈ વિવાદમાં ફસાયો હોય તો પણ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી એકજૂથ થઈ જતી હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers