Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Singer રહેમાનનો દીકરો શૂટિંગ કરતા ક્રેન અકસ્માતમાં તે બચી ગયો

મુંબઈ, ૨ ઓસ્કર વિજેતા સંગીતકાર A R Rahmanના દીકરા એ આર અમીનનો એક દુર્ઘટનામાં આબાદ બચાવ થયો હતો. એ આર અમીન તાજેતરમાં જ તેના એક મ્યુઝિક વિડિયોનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે ક્રેન અકસ્માતમાં તે બચી ગયો હતો. એ આર અમીન હવે સ્વસ્થ છે, પરંતુ તે હજુ પણ આઘાતમાં છે. આ ઘટના ગુરુવારે એટલે કે ૨ માર્ચે બની હતી. Singer Rahman’s son survived a crane accident while shooting

શૂટિંગ ચાલી રહ્યું હતું અને બધા લોકો સેટ પર વ્યસ્ત હતા. દરમિયાન ક્રેન પર લટકતું ઝુમ્મર અચાનક નીચે પડી ગયું હતું. A.R.Ameen તે ઝુમ્મર નીચે જ ઊભો હતો. એ આર અમીન અને આખી ટીમ હજુ પણ આઘાતમાં છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં આ ઘટનાની જાણકારી આપી છે.

આ પોસ્ટમાં એ આર અમીને લખ્યું, ‘હું અલ્લાહ, ભગવાન, મારા માતા-પિતા, પરિવાર અને શુભેચ્છકો તેમજ મારા આધ્યાત્મિક ગુરુનો આભારી છું કે હું આજે સુરક્ષિત અને જીવિત છું.

 

View this post on Instagram

 

A post shared by “A.R.Ameen” (@arrameen)

ત્રણ રાત પહેલા જ હું એક ગીતનું શૂટિંગ કરી રહ્યો હતો. જ્યારે હું સ્થળની બરાબર મધ્યમાં હતો, ત્યારે ક્રેનથી લટકતું ઝુમ્મર અને તે જેની પર લટકતું હતું તે બધું જ નીચે પડી ગયું. જાે થોડી સેકન્ડનો પણ વિલંબ થયો હોત તો ઝુમ્મર અને બીજું બધું અમારી ઉપર પડ્યું હોત.

હું અને મારી ટીમ આઘાતમાં છીએ. અમે આ આઘાતમાંથી બહાર આવી શકતા નથી. ભારતના મહાન સંગીતકાર એ. આર. રહેમાનનો દીકરો એ. આર. અમીન પણ સંગીતકાર છે. તારીખ ૬ જાન્યુઆરી, ૨૦૦૩ના દિવસે જન્મેલા એ. આર. અમીનની અત્યારે ઉંમર ૨૦ વર્ષ છે.

એ. આર. અમીને પિતા એ. આર. રહેમાને કમ્પોઝ કરેલા ઘણાં ગીતોમાં અવાજ આપ્યો છે. જેમાં બોલિવૂડ ફિલ્મ Ok Jaanuનું ગીત Maula Wa Sallim પણ સામેલ છે. એ.આર. રહેમાને વર્ષ ૧૯૯૫માં સાઈરા બાનુ સાથે લગ્ન કર્યા અને તેમના કુલ ૩ બાળકો છે. જેમાં બે દીકરીઓ ખાતિજા રહેમાન અને રહિમા રહેમાન તેમજ એક દીકરો એ.આર. અમીન છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers