Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Bollywood સિંગર બાદશાહે બનાવી જોરદાર બૉડી

મુંબઈ, જ્યારે રેપર અને સિંગર બાદશાહ થોડા અઠવાડિયા પહેલા BB16માં દેખાયો હતો ત્યારે તે સાવ સામાન્ય દેખાતો હતો. પરંતુ, હવે તેની લેટેસ્ટ તસવીરે તમામના હોશ ઉડાવી દીધા છે. બાદશાહે એક અદ્ભુત પરિવર્તન કર્યું છે. તેણે માત્ર વજન ઘટાડ્યું નથી, પરંતુ શરીર પણ બનાવ્યું છે. Bollywood singer Badshah made a strong body

બાદશાહે એક તસ્વીર શેર કરી છે જેમાં તેનું ટ્રાન્સફોર્મેશન જાેવા મળે છે. જેમાં સિંગર બાદશાહ ચોંકાવનારા અવતારમાં જાેવા મળી રહ્યો છે. સિંગર બાદશાહના વજનમાં ઘટાડો અને ટ્રાન્સફોર્મેશન જાેઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. બાદશાહે આ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેના પર ચાહકોની કોમેન્ટ્‌સ ભરપૂર છે.

અર્જુન બિજલાનીએ પણ આ તસવીર પર કોમેન્ટ કરી છે. સિંગર બાદશાહે ગયા વર્ષે શિલ્પા શેટ્ટી કુન્દ્રાના શોમાં જણાવ્યું હતું કે તેણે વજન ઘટાડવાનો ર્નિણય કેમ લીધો. બાદશાહે કહ્યું હતું કે લોકડાઉન બાદ જ્યારે તે સ્ટેજ પર પરફોર્મ કરવા ગયો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેની પાસે સ્ટેમિના નથી. બાદશાહના કહેવા પ્રમાણે, તેના કામ પ્રમાણે તેને ૧૨૦ મિનિટ સુધી સક્રિય રહેવાની જરૂર છે.

 

View this post on Instagram

 

A post shared by BADSHAH (@badboyshah)

બાદશાહના કહેવા પ્રમાણે તે ૧૫ મિનિટ પછી હાંફવા લાગતો હતો. આ સિવાય તેની ઊંઘ પણ ઘણી ઓછી થઈ ગઈ હતી. બાદશાહે વર્ષ ૨૦૦૬માં રેપર અને ગાયક યો યો હની સિંહ સાથે ડેબ્યૂ કર્યું હતું. પરંતુ, વર્ષ ૨૦૧૨માં તેઓ બંને અલગ થઈ ગયા.

ત્યારબાદ બાદશાહે હરિયાણવી ગીત ‘કર ગયી ચુલ’ કમ્પોઝ કર્યું, જે પાછળથી ફિલ્મ ‘કપૂર એન્ડ સન્સ’માં ઉપયોગમાં લેવાયું હતું. ત્યારબાદ બાદશાહે ઘણી હિન્દી ફિલ્મોમાં ગીતો ગાયા છે. તેણે હરિયાણવી અને પંજાબીમાં ઘણું સંગીત પણ આપ્યું છે. બાદશાહનું સાચું નામ આદિત્ય પ્રતીક સિંહ સિસોદિયા છે. એક ઈન્ટરવ્યુમાં બાદશાહે કહ્યું હતું કે જાે તે રેપર ન હોત તો IAS ઓફિસર હોત.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers