Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

USAમાં હાઉસ પાર્ટી દરમિયાન ગોળીબાર 2 બાળકોના મોત

વોશિગ્ટન,અમેરીકામાં ગન કલ્ચરે ડાટ વાળ્યો છે. ત્યારે આવીજ એક ચોંકાવનારી ઘટના અમેરીકાના જ્યોર્જિયામાંથી સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે જ્યોર્જિયાની ડગલસ કાઉન્ટીમાં એક હાઉસ પાર્ટી દરમિયાન બે જૂથ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી.

આ પાર્ટીમાં ૧૦૦થી વધુ લોકો સામેલ થયા હતા. ગોળીબારમાં બે બાળકો મૃત્યુ પામી ગયા અને ૬ અન્ય ઘવાયા હતા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના એટલાન્ટાથી લગભગ ૨૦ માઈલ પશ્ચિમે ડગલસવિલે શહેરમાં બની હતી. 2 children killed in shooting during house party in USA

ઘરના માલિકે જણાવ્યું કે તેમણે પોતાની દીકરીના ૧૬મા જન્મદિવસે આ પાર્ટીનું આયોજન કર્યું હતું. દીકરના ૧૦૦થી વધુ મિત્રો આ પાર્ટીમાં જાેડાયા હતા. આ દરમિયાન અમુક લોકો મારિજુઆના ધૂમ્રપાન કરવા લાગ્યા હતા. જેના બાદ તેમણે ૧૦ વાગ્યે પાર્ટી સમાપ્ત કરવાનો ર્નિણય કર્યો હતો. જેના લીધે ગોળીબાર થયો. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.HM1

Copyright © All rights reserved. | Developed by Aneri Developers