Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

આપઘાત અટકાવવા માટે શહેરના તમામ ફલાય ઓવર બ્રીજની રેલીગ પર જાળી મુકવા માંગણી

(એજન્સી)અમદાવાદ, એએમસી દ્વારા પૂર્વ વિસ્તારમાં બનાવેલા એકમાત્ર ડબલ ડેકર બ્રિજ તરીીકે ઓળખાતા સીટીએમ બ્રિજ પરથી નીચે ઝંપલાવીને ઉપરા છાપરી આત્મહત્યા કરવાના બનેલા બનાવોને ધ્યાનમાં લઈને આ પ્રકારે આાપઘાતના બનાવો અટકાવવા માટે શહેરના તમામ ઓવબર બ્રિજની રેલીગ પર જાળી મુકવાની વિપક્ષી નેતાએ માગણી કરી છે.

એક સપ્તાહમાં સીટીએમ બ્રિજ પરથી આપઘાત કરવાના બે બનાવ અને એક મહીનામાં આત્મહત્યાના ૪ કિસ્સા નોધાયા હોવાની બાબતને ગંભીર ગણીને કાઉન્સીલ માટે મનોવૈજ્ઞાનીક હેલ્પલાઈન કાર્યરત કરવાની પણ તેમણે અપીલ કરી છે. વિપક્ષી નેતા શેહજાનદખાન પઠાણે જણાવ્યું હતું કે, શહેરના ૧ર જર્જરીત બ્રિજમાં ગાંધી બ્રીજ, સુભાષબ્રીજ, અખબારનગર અન્ડરપાસ, શિવરંજની બ્રિજ આંબેડકર બ્રીજ, કેડીલા ઓવરબ્રીજ, મીઠાખળી અન્ડરપાસ કાલુપુર રેલવે ઓવરબ્રીજ નવજીવન અન્ડરપાસ, ચીમનલાલ ઓવરબ્રીજ હાટકેશ્વર બ્રિજ અને એલીસબ્રીજનો સમાવેશ થાય છે. એએમટીએસ કમીટીમાં જમાલપુર ડેપોમાં ઈલેકટ્રીક ચાર્જીગ સ્ટેશન બનાવવાના કામનો અંદાજ રૂ.ર.૬પ કરોડથી બમણો વધારીને રૂા.૪.૮૮ કરોડ કરીને યમુનેશ કન્સ્ટ્રકશન કંપનીને કામ સોપવાની હીલચાલ શંકાસ્પદ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers