Western Times News

Gujarati News

સટ્ટોડીયા પર નજર રાખવા વિવિધ એજન્સીઓને એલર્ટ કરવામાં આવી

છેલ્લે રમાયેલી મેચમાં અન્ય રાજયોમાંથી મોટા બુકીઓ સ્ટેડીયમમાં પ્રેક્ષકો બનીને આવ્યા હતા

(એજન્સી)અમદાવાદ, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે આગામી ૯મી માર્ચ શરૂ થનારી ગાવસ્કર-બોર્ડર ટ્રોફીની ચોથી મેચ દરમ્યાન ગુજરાત સહીત અન્ય રાજયોમાંથી મોટાપાયયે બુકીઓ પ્રેક્ષક તરીકે આવીને લાઈવ સટ્ટો રમાડવા હોવાની માહિતીી મળતા બુકીઓને ઝડપી લેવા સ્ટેટ મોનીટરીગ સેલ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સહીતની વિવિધ એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે.

મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમમાં છેલ્લે રમાયેલી મેચમાં પંજાબ હરીયાણા મહારાષ્ટ્ર સહીત રાજયોમાંથી આવેલી સાતથી વધુ મોટા બુકીઓ સ્ક્રિકેટ સટ્ટો રમાડતા ઝડપાયા હતા. ત્યારે ૯મી માર્ચના રોજ રમાનારી મેચમાં અનેક બુકીઓએ ટીકીટબુક કરાવી હોવાની માહિતી પોલીસની વિવિધ એજન્સીઓને મળી છે. જેમં બુકી ટીવી કરતા ર૦થીરપ સેકન્ડના ડીફરન્સના આધારે લાઈવ સટ્ટો રમીને તગડો કારોબાર કરવાની ગણતરી સાથે આવતા હોય છે.

જેથી બુકીઓ પર નજર રાખવા માટે સ્ટેટ મોનીટરીગ સેલ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ સાયબર સેલ સહીતના સ્ટાફ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ કરતી ટીમ ઉપરાંત હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરીને કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં પોલીસ કર્મચારીઓ પ્રેક્ષક બનીને નજર રાખશે. ઉલ્લેખનીય છે કે છેલ્લી મેચમાં ઝડપાયેલા બુકીઓનું નેટવર્ક સમગ્ર ભારતમાં ફેલાયેલું હતું અઅને તે ચોકકસ સમયમાં જ લાખો રૂપિયાનો સટ્ટો રમાડી ચુકયા હતા. જેથી ટેસ્ટ મેચમાં સટ્ટેબાજીને રોકવા માટે પોલીસે અત્યારથી જ કમર કસી લીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.