Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

PM Modi બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે

નવી દિલ્હી, Ahmedabadમાં બોર્ડર- ગાવસ્કર ટ્રોફી અંતર્ગત ચોથી ટેસ્ટ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૯મી માર્ચે રમાવાની છે. આ મેચ માટે પીએમ મોદી ૮-૯ માર્ચે ગુજરાત પ્રવાસે આવશે. પીએમ મોદી ૮ માર્ચે રાત્રે ૮ કલાકે અમદાવાદ પહોંચશે. ગાંધીનગરમાં રાજભવન ખાતે તેઓ રાત્રી રોકાણ કરશે. ૯ માર્ચે સવારે ૮ કલાકે પીએમ મોદી અમદાવાદ આવવા રવાના થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેઓ ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે ટેસ્ટ મેચ નિહાળશે. PM Modi will be on a two-day visit to Gujarat

ટોસ દરમિયાન બંને દેશના પ્રધાનમંત્રી સાથે સ્ટેડિયમમાં જાેવા મળી શકે છે. પીએમ મોદી ૧૦ વાગ્યે ગાંધીનગર જવા રવાના થશે. જ્યાં બપોરે ૨ વાગ્યા સુધી રાજભવનમાં રોકાશે અને ૨ વાગ્યા બાદ દિલ્લી જવા રવાના થશે. આ મેચ દરમિયાન બંને પ્રધાનમંત્રી કોમેન્ટરી કરે તેવી પણ શક્યતા છે.

સિડની ખાતે આલ્બાનેસેએ જણાવ્યું હતું કે, મને ભારતના વડાપ્રધાનના હોમ સ્ટેટમાં યોજાનાર ક્રિકેટ મેચ જાેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વ્યાપારની તકો માટે અમારુ ડેલિગેશન ભારત જઈ રહ્યું છે. ક્રિકેટ લોકો અને તેમની પરંપરાઓને એક સાથે લાવે છે. તેમજ તે વૈશ્વિક સંબંધો કેળવવા માટે પણ મદદરૂપ થાય છે. જેથી હું આ મેચ અને ભારતની મુલાકાત માટે તત્પાર છું. The fourth Test match of the Border-Gavaskar Trophy will be played at the Narendra Modi Stadium on March 9.

માર્ચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ચાર ટેસ્ટ મેચ રમવા માટે ભારત આવશે. જેમાથી ચોથી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૯થી ૧૩ માર્ચ સુધી રમાશે. અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ૯મી માર્ચથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની ચોથી અને આખરી ટેસ્ટ મેચ રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા અમદાવાદમાં પહેલીવાર ટેસ્ટમાં આમને – સામને ટકરાશે. ટીમ ઈન્ડિયાએ અમદાવાદના મેદાન પર શાનદાર દેખાવ કરીને આગવું પ્રભુત્વ જમાવ્યું છે. ભારત અમદાવાદમાં છેલ્લા ૧૫ વર્ષથી એક પણ ટેસ્ટ મેચ હાર્યું નથી. SS2.PG

Copyright © All rights reserved. | Developed by Aneri Developers