Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

એનર્જી ડ્રીંકના વીડિયો બનાવવા જતા કરોડોની કારનો ભૂક્કો થયો

વોશિંગ્ટન, હાલમાં સોશિયલ મીડિયા એક વીડીયો જાેવા મળ્યો છે. જેમા એક Youtuber સોશિયલ મીડિયા માટે શૂટ કરતો હોય છે તે દરમ્યાન તેની ગાડીનો ભૂક્કો બોલાઈ જાય છે તેનો એક વીડીયો વાઈરલ થયો છે. વીડિયોમાં એક યુટ્યુબર પોતાની સફેદ કલરની લેમ્બોર્ગિની કારને લઈને એક એનર્જી ડ્રિંકના વીડિયો બનાવી રહ્યો હોય છે તે દરમ્યાન તેની ગાડીનો એક ઝાટકે ભૂક્કો બોલાઈ જાય છે.

આજ કાલ સોશિયલ મીડિયા જાત ભાતના વીડિયો જાેવા મળે છે, લોકો રોજ નવા નવા વીડિયો અપલોડ કરતા રહે છે. જેમાં ઘણા લોકો તો અજીબો ગરીબ વીડિયો બનાવતા હોય છે. આવો જ એક વીડિયો હમણાં સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો છે. જેમા એક શખ્સ તેની કરોડોની ચમકતી કારને એક ઝાટકે બરબાદ કરી નાખે છે. આ વીડિયો જાેયા બાદ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

તાજેતરમાં જ આવો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક રુસી નામના યુટ્યુબરે પોતાની સફેદ કલરની લેમ્બોર્ગિની કારને લઈ એનર્જી ડ્રિંકના વીડિયો બનાવી રહ્યો હોય છે તે દરમ્યાન તેની ગાડીનો એક ઝાટકે ભૂક્કો બોલાઈ જાય છે. ભારતમાં આ કારની કિંમત આશરે ૩.૧૫ કરોડ રુપિયા છે. આ વીડિયો શૂટ કરવા માટે તેને પુરો સેટઅપ તૈયાર કર્યો હતો. જેમા એક મોટી ક્રેન પણ જાેવા મળે છે. અને તે ક્રેન પર એક મોટી ડ્રિંક લગાડવામાં આવી હતી. તે એકદમથી છુટી જાય છે અને તેની ગાડી પર પડતા ગાડીનો કચ્ચરગાણ થઈ જાય છે. SS2.PG

Copyright © All rights reserved. | Developed by Aneri Developers