Western Times News

Gujarati News

બે વર્ષમાં ૩૨૫ સિંહના કુદરતી, ૪૧ સિંહના અકુદરતી મોત થયા

ગાંધીનગર, ગુજરાતમાં સિંહોના કુદરતી અને અકુદરતી મોત અંગે કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં સવાલ પૂછવામાં આવ્યો હતો. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ કરેલા સવાલના જવાબમાં સરકારે જવાબ રજૂ કરતાં કહ્યું હતું કે, રાજ્યમાં સિંહોની સંખ્યા ૬૭૪ છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કેટલા સિહોના કુદરતી અને અકુદરતી રીતે મોત થયા તેની માહિતી પણ રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવી હતી. In two years, 325 lions died naturally and 41 lions died unnaturally

વન અને પર્યાવરણ મંત્રીએ આપેલા જવાબ મુજબ વર્ષ ૨૦૨૦ – ૨૧માં કુલ ૧૨૩ સિંહોના કુદરતી મૃત્યુ થયા, વર્ષ ૨૦૨૦ – ૨૧માં કુલ ૧૪ સિંહોના અકુદરતી મૃત્યુ થયા, વર્ષ ૨૦૨૧ – ૨૨માં કુલ ૧૧૩ સિંહોના કુદરતી મૃત્યુ થયા, વર્ષ ૨૦૨૧ – ૨૨માં કુલ ૧૬ સિંહોના અકુદરતી મૃત્યુ થયા છે. વર્ષ ૨૦૨૨ – ૨૩માં કુલ ૮૯ સિંહોના કુદરતી મૃત્યુ થયા, વર્ષ ૨૦૨૨ – ૨૩માં કુલ ૧૧ સિંહોના અકુદરતી મૃત્યુ થયા છે. રાજ્યમાં ગીરના સિંહની સંખ્યા બાબતે ૨૦૨૦ની વસ્તી ગણતરી પુનઃ અવલોકના આધારે ૬૭૪ થઇ છે. જેમાં માદા સિંહની સંખ્યા સૌથી વધારે નોધાઇ છે. જેમાં સિંહ માદાની સંખ્યા ૩૦૯ છે, નર સિંહની સંખ્યા ૨૦૬, બચ્ચા ૨૯ અને જે સિંહોની ઓળખ થઇ શકી નથી તેવાની ૧૩૦ સંખ્યા નોધાઇ છે. વર્ષ ૨૦૧૫માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી તેની સરખામણીએ વર્ષ ૨૦૨૦ની વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યામાં ૧૫૧નો વધારો થયો છે.

છેલ્લા બે વર્ષમાં કુદરતી રીતે ૩૨૫ સિંહના મોત થયા છે. જેમાં બે વર્ષમાં ૧૮૦ સિંહ બચ્ચાના મોત થયા છે. જ્યારે નર સિંહની વાત કરીએ તો ૭૩ મોત થયા છે. આ ઉપરાંત ૭૧ માદા સિંહની કુદરતી રીતે મોત થયા છે. આ ઉપરાંત વણ ઓળખાયેલા ૦૧ સિંહનું કુદરતી રીતે મોત થયુ છે.રાજ્ય સરકારે કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યુ હતુ કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં અકુદરતી રીતે ૪૧ સિંહના મોત થયા છે. જેમાં નર સિંહ ૧૦, માદા સિંહ ૧૮, બચ્ચા ૧૩ અકુદરતી રીતે મોત થયુ છે. અકુદરતી રીતે મોત થવાના અનેક કારણો છે. જેમાં કુવામાં પડવાથી, અકસ્માત થવાથી, કરંટ લાગવાથી, હત્યા વગેરે જેવા કારણો જવાબદાર હોય છે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.