Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ગુજરાતના યુવાનોને આ વર્ષે મળશે ૨૫ હજાર સરકારી નોકરી

નવી દિલ્હી, PM Narendra Modiએ નોકરી શોધી રહેલા ગુજરાતના યુવાનો માટે મોટી જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વર્ચ્યુઅલી ગુજરાત જાેબ ફેર ને સંબોધતા કહ્યું કે વર્ષ ૨૦૨૩માં ગુજરાતના યુવાનોને સરકારમાં ૨૫ હજારથી વધુ નોકરીઓ મળશે. રોજગાર મેળામાં નોકરી મેળવનાર યુવાનોને અભિનંદન આપતા પીએમ મોદીએ કહ્યું કે આ તમારા જીવનની શુભ શરૂઆત છે. પીએમ મોદીએ કહ્યું કે ગુજરાત આવનારા સમયમાં દેશના વિકાસનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું કે લાખો કરોડના પ્રોજેક્ટ દ્વારા લાખો નોકરીઓ અને રોજગારીની તકો ઊભી કરવામાં આવી રહી છે. The youth of Gujarat will get 25 thousand government jobs this year

છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૧.૫ લાખથી વધુ યુવાનોને રાજ્ય સરકારની નોકરી મળી છે. એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ દ્વારા છેલ્લા વર્ષોમાં સરકારી નોકરીઓ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં ૧૮ લાખ યુવાનોને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે ગુજરાત સરકારે ભરતી કેલેન્ડર બનાવીને નિર્ધારિત સમયમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી છે. પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે રાજ્ય સરકારમાં ૨૫ હજારથી વધુ યુવાનોને નોકરી આપવાની તૈયારી કરવામાં આવી છે.

પીએમ મોદીએ કહ્યું કે ગુજરાત સરકારે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર ભરતી પ્રક્રિયાને પારદર્શક બનાવી છે. આ માટે અલગ-અલગ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે.

મોબાઈલ એપ અને વેબસાઈટ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. ભાજપ સરકારે યુવાનો માટે વિવિધ ક્ષેત્રોમાં નવી તકો ઊભી કરી છે. પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર માટે નક્કર વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. અમે મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપીને રોજગારી આપી છે. અમે અલગ રણનીતિ સાથે કામ કર્યું છે. આ કારણે બદલાતા સમય સાથે યુવાનોના કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં દાહોદમાં તૈયાર થઈ રહેલ રેલ એન્જિન ફેક્ટરીનો ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહ્યું કે આ જિલ્લામાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની રેલ્વે એન્જિન ફેક્ટરી બનાવવામાં આવી રહી છે. જે તકોના નવા દરવાજા ખોલશે. PMએ કહ્યું કે ગુજરાત આગામી દિવસોમાં સેમી-કન્ડક્ટરનું હબ બનવા જઈ રહ્યું છે. ગુજરાતના યુવાનોને પણ તેનો લાભ મળશે. હજારો તકો ઊભી થશે.SS2.PG

Copyright © All rights reserved. | Developed by Aneri Developers