Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પેપરલીક કરનારને ૧ કરોડ સુધીનો દંડ ,દંડની રકમ ચુકવવામાં ચૂક થાય તો ફોજદારી કાર્યવાહી થશે

ગાંધીનગર, ગુજરાતમાં પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા માટે કાયદાને મંજૂરી મળી ગઈ છે. ત્યારે ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા કાયદાને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. ત્યારે રાજ્યપાલ આચાર્ચ દેવવ્રતે સહી કરીને બિલ સરકારને મોકલ્યું છે. ત્યારે રાજ્યમાં આજથી કાયદો અમલી બન્યો છે. ૨૩ ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં બિલ સર્વાનુંમતે પસાર થયું હતું.

ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગૃહમાં પરીક્ષા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેને સર્વ સંમતિ સાથે મંજૂરી મળી ગઈ છે. ત્યારે આ બાબતે હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે આ બિલમાં કોઈપણ પ્રકારની ક્ષતિ, ભૂલ રહી ગઈ હોય તે સૂચન મોકલજાે. તેમજ હું તમામ લોકોના સૂચન અને ટીકા સાંભળવા તૈયાર છું. ગુજરાતની સરકાર, વિપક્ષે મહદઅંશે તમામ કલમોનું સમર્થન કર્યું છે. વિપક્ષના સભ્યોએ મુદ્દો સૂચવ્યો તેને સરકારે ધ્યાને લીધો. તેમજ ધો.૧૦-૧૨ ના વિદ્યાર્થીઓ મુદ્દેના વિપક્ષના સૂચન પર તાત્કાલીક સુધારો કર્યો છે. વિપક્ષના સદસ્યોના તમામ પ્રશ્નનાં જવાબ આપવામાં આવ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે વિધાનસભાની કામગીરી ઈતિહાસમાં લખાશે. ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે આ મહત્વનું પગલું છે. અત્યાર સુધી પેપર ફોડનારાઓ કોઈને કોઈ છટકબારીઓ કરતા હતા. ગુજરાતની ધરતી પર હવે કોઈ પરીક્ષાર્થી ભૂલ કરશે તો છટકબારી નહી મળે. કોઈએ શોર્ટ કટ પકડ્યો તો જીવનભર પરીક્ષા આપી નહી શકે. આ કાયદો અસ્તિત્વમાં આવે પછી જ બીજી પરીક્ષાઓ લેવાશે અને આ કાયદો જલ્દીથી જલ્દી લાગુ થશે. આ કાયદા માટે સરકાર ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે. બંધારણ પ્રમાણે જુના કેસોને આ કાયદા અંતર્ગત લાવી નહી શકાય. આવનારી પંચાયતની પરીક્ષા માટે હસમુખ પટેલને નિરીક્ષણની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી કોઈપણ વિદ્યાર્થી લેભાગુ શખ્સોનાં વિશ્વાસમાં ન આવે.

આ કાયદામાં કોઈ છટકબારી રાખવામાં આવી નથી.ભૂપેન્દ્ર પટેલ સરકાર વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના સ્પર્ધકોના ભાવિ સાથે ચેડા કરનારા વિરુદ્ધ કડક કાયદો બનાવ્યો. જેનું ગત ૧૬ ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું હતું. જાહેર પરીક્ષા અધિનિયમ બિલની કોપી ધારાસભ્યોને આપવામાં આવી હતી. આ વિધેયક ગૃહમાંથી મંજુર થઈ ગયું છે. નવા કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોની બેદરકારી બદલ કડક સજાની જાેગવાઈ કરાઇ છે. જેમાં કૌભાંડીઓની મિલ્કત જપ્તી અને ટાંચમાં લેવાની પણ જાેગવાઈ છે.

સાથે ગુનાના દોષિત ઠર્યા હોય તેવા પરીક્ષાર્થીને જાહેર પરીક્ષામાંથી બે વર્ષ માટે બાકાત રાખવા જાેગવાઈ છે. વિધેયકમાં આમાં ઓછામાં ઓછી ૭ વર્ષ અને વધુમાં વધુ ૧૦ વર્ષની સજાની જાેગવાઈ કરાઈ છે. તો પેપરલીક કરનારને ૧ કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે. દંડની રકમ ચુકવવામાં ચૂક થાય તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પેપરલીક કરનારની સ્થાવર, જંગમ મિલકત જપ્ત થઈ શકશે. પરીક્ષામંડળની કોઈ વ્યક્તિ જવાબદાર ઠરે તો તેના માટે પણ સજાની જાેગવાઈ કરવામાં આવી છે. પરીક્ષામંડળની કોઈ વ્યક્તિ જવાબદાર હોય તો તેને મંડળમાંથી બાકાત કરવાની પણ જાેગવાઈ છે. સાથે આ અધિનિયમના દરેક ગુના બિનજામીનપાત્ર હશે. આવા કિસ્સામાં કોઈ દોષિત ઠરશે તો દંડની રકમમાં માંડવાળી થઈ શકશે નહીં. SS2.PG

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
Exit mobile version