Western Times News

Gujarati News

મ્યુનિસિપલ ફાયર વિભાગમાં મહત્વના હોદ્દા વર્ષોથી ખાલી

પ્રતિકાત્મક

7500 હાઇરાઈઝ બિલ્ડીંગના રહીશોના જીવ જાેખમમાં: શહેઝાદખાન પઠાણ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરને સ્માર્ટ સીટીનો દરજ્જાે આપવામાં આવ્યો છે, શહે૨ના ૪૮ વોર્ડમાં અંદાજીત ૮૦ લાખ લોકો વસવાટ કરી રહયા છે. શહે૨ના તમામ વિસ્તારોમાં અંદાજે ૭૫૦૦ જેટલા હાઇરાઇઝ બિલ્ડીંગ આવેલા છે. Important posts in the Municipal Fire Department have been vacant for years

આ હાઇરાઇઝ બિલ્ડીંગો પૈકી અંદાજે ૭૦૦ થી વધુ હાઇરાઇઝ બિલ્ડીંગોના વપરાશ કોમર્શીયલ હાઇરાઇઝ બિલ્ડીંગો તરીકે કરવામાં આવી રહયો છે જ્યારે ૧૮૦૦ જેટલા હાઇરાઇઝ બિલ્ડીંગનો ઉપયોગ રેસીડેન્સીયલ કમ કોમર્શીયલ બિલ્ડીંગ તરીકે ઉપયોગ કરવામાં આવી રહયો છે.નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ચાલી રહેલી જાહેર હીતની અરજીની સુનવણીમાં પણ નામદાર કોર્ટ તરફથી અનેક વખત શહેરના તમામ હાઇરાઇઝ બિલ્ડીંગોને ફાયર એન.ઓ.સી.થી આવરી લેવા કડક આદેશ કરવામાં આવ્યો હોવા છતાં

કમનસીબે લોકોની જાનમાલ અને સુરક્ષાની કામગીરી કરતા અમદાવાદ મ્યુનિ.કો. હસ્તકના ફાય૨ વિભાગ પાસે પુરતો ટેકનીક્સ અને નોન ટેકનીકલ સ્ટાફ ન હોવાના કારણે હાઇકોર્ટના આદેશનું પણ સંપૂર્ણ અમલ કરવામાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને મ્યુનિ.ફાયર વિભાગ સદંત૨ નીષ્ફળ નીવડયું છે.મ્યુનિસિપલ વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે બજેટ બેઠક દરમ્યાન અમદાવાદ ફાય૨ વિભાગ માટે માંગેલી માહીતી મુજબ અમદાવાદ ફાયર વિભાગની ૩૨૦ જેટલી મહત્વની જગ્યા છેલ્લા ધણા વર્ષોથી ભ૨વામાં આવી નથી.મ્યુનિ. ફાયર વિભાગમાં ચીફ ફાયર ઓફિસર અને એડી.ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી છે.

ડે. ચીફ ફાયર ઓફિસરની ચાર પૈકી બે જગ્યા ખાલી છે. ફાયર ખાતામાં ટેક્નિકલ સ્ટાફની કુલ ૭૭૮ જગ્યા છે તે પૈકી માત્ર ૫૧૬ જગ્યા જ ભરેલી છે.વર્કશોપ માં ૨૬ પૈકી ૧૭ અને અન્ય સ્ટાફમાં ૨૯ માંથી ૯ જગ્યા ખાલી છે. અમદાવાદ શહેરનો વિસ્તાર વધતા ગુજરાત સ્ટેટ ફાયર કાઉન્સીલની ગાઇડલાઇન મુજબ દર ૧૦ ચો.કી. દીઠ ૧ ફાયર સ્ટેશન અને દર ૫ ચો.કી. વિસ્તારમાં ૧ ફાયર ચોકી હોવી જાેઇએ. અમદાવાદ શહેરમાં આવેલા તમામ હાઇરાઇઝ બિલ્ડીંગોમાં ફાયર એન.ઓ.સી. સીસ્ટમને લઇ ચાલી રહેલી જાહે૨ હીતની અરજીની સુનવણી સમયે મ્યુનિ.કોર્પોરેશન તરફથી નામદાર કાર્ટને એવુ આશ્વાસન આપવામાં આવ્યુ કે અમદાવાદ ફાયર વિભાગમાં ખાલી પડેલી જગ્યા ત્રણ મહીનાની અંદર ભરવામાં આવશે આમ છતાં હાલમાં પણ આ જગ્યાઓ ખાલી.

અમદાવાદ શહેરની કમનસીબી તો એ છે કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પાસે હાઇરાઇઝ બિલ્ડીંગમાં આગ બુઝાવવા માટે ટર્ન ટેબલ બ્લેડર (૫૫ મીટર), તેમજ હાઇડ્રોલીક પ્લેટફોર્મ(૫૫ મીટર) તેમજ હાઇડ્રોલીક પ્લાટ (૮૦ મીટર) આવેલા છે આ પૈકી હાલમાં મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં એક હાઇડ્રોલીક પ્લોટફોર્મ જે ફીનલેન્ડ મેઇડ છે તેને રીપેરીંગ કરવા માટેની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.આ પરિસ્થિતીમાં અમદાવાદ ફાયર વિભાગ પાસે એકતરફ તો જરૂરી સ્ટાફ નથી બીજીતરફ અમદાવાદ શહેરની વસ્તી મુજબ ઓછામાં ઓછા ૫૦ જેટલા ફાયર સ્ટેશનો હોવા જાેઇએ તેના બદલે માત્ર ૧૮ ફાય૨ સ્ટેશનો કાર્ય૨ત છે આ ઉપરાંત હાઇરાઇઝ બિલ્ડીંગો આગ લાગે તો

અમદાવાદ ફાયર વિભાગ પાસે ઝડપથી આગ બુઝાવી શકે એવા સાધનોનો પણ અભાવ છે થોડા સમય અગાઉ શાહીબાગ વિસ્તારમાં આવેલા ઓર્ચીડ ગ્રીન બિલ્ડીંગમાં લાગેલી આગની ઘટનામાં હાઇડ્રોલીક પ્લોટફોર્મ સમયસર ઉપયોગમાં ન લઇ શકાતા એક કિશોરીનું મોત થયુ હતુ. આ તમામ પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને તાકીદે તમામ ખાલી જગ્યાઓ ભરવા વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ દ્વારા માંગણી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.