Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

થિયેટર પછી OTT પ્લેટફોર્મ પર જોવા મળશે ફિલ્મ “Kuttey”

મુંબઈ, વિશાલ ભારદ્વાજના દીકરા આયુષ્માન ભારદ્વાજ ની ડબ્યુ ફિલ્મ કુત્તે હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી નથી પરંતુ ફિલ્મને જાેરદાર રિવ્યૂ મળ્યા છે. હવે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવાની છે. કુત્તે ફિલ્મને તમે શનિવારે નેટફિક્સ પર જાેઈ શકો છો.The movie Kuttey will be seen on OTT platform

અર્જુન કપૂર સ્ટાર ફિલ્મમાં બોલીવુડના  જાણીતા કલાકારોનો જમાવડો છે. કુત્તે ફિલ્મ ૧૩ જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થઈ હતી. પરંતુ દર્શકોને થિયેટર સુધી લઈ આવવામાં ફિલ્મ સફળ ન થઈ. અને ટૂંક સમયમાં જ ફિલ્મ થિયેટર પરથી ઉતરી ગઈ. જાે તમે આ ફિલ્મને હવે જાેવા માંગો છો તો નેટફિક્સ ઉપર શનિવારથી આ ફિલ્મ ઉપલબ્ધ હશે. Netflix દ્વારા ટિ્‌વટર એકાઉન્ટ પર ટિ્‌વટ કરીને આ અંગે અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે.

નેટફિક્સ ઉપર ફિલ્મ કુત્તે ૧૬ માર્ચ અને શનિવારે રિલીઝ થશે. આ ફિલ્મમાં અર્જુન કપૂર, તબ્બુ, નસરુદ્દીન શાહ, રાધિકા મદાન, સહિતના કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers