Western Times News

Gujarati News

બળદ ગાડુ લઈને જતા ખેડૂતે કહ્યું આપ તો Sunny Deol જૈસે લગતે હૈ

મુંબઈ, હાલમાં Social Media પર એક ખેડૂત સાથેનો સની દેઓલનો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ખેડૂત રસ્તા પર બળદ ગાડુ લઈને જઈ રહ્યો હોય છે. અચાનક ત્યાં સની દેઓલ આવી જાય છે. તે ખેડૂત થોડીવાર ઉભો રહે છે.

The farmer carrying the bullock cart said Aap to Sunny Deol jaise lagte hai

સની તેની સાથે વાત કરવા જાય છે. તો ખેડૂત કહે છે કે, અરે આપ તો સની દેઓલ જૈસે લગતે હો…ત્યારે પછી સની દેઓલ કહે છે કે, મૈં વો હી હૂં…આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.છેલ્લા ઘણા સમયથી સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ‘ગદર ૨’નું રાહ જાેવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol)

૨૬મી જાન્યુઆરીના રોજ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરીને ફિલ્મની રિલીઝ ડેટ વિશે માહિતી આપવામાં આવી હતી. હાલ અહમદનગરમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. ત્યાંથી સની દેઓલે એક વીડિયો શેર કર્યો છે જે ઘણો વાયરલ થઇ રહ્યો છે.

સની દેઓલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. જેમાં એક બળદગાડા વાળો પશુઓ માટે ભૂસો લઇને જઇ રહ્યો હતો. ત્યારે એક ખેડૂત સની દેઓલને કહે છે કે, આપ તો સની દેઓલ જૈસે લગતે હૈ, ત્યારે સની દેઓલ તેને રિપ્લાય આપતા કહે છે કે, મેં વો હિ હું. સની દેઓલ વધુમાં તેને કહે છે કે તેણે પંજાબની યાદ આવી ગઇ.

હવે આ વીડિયો સોશિયલા મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ પોસ્ટમાં તેણે કેપ્શનમાં લખ્યું હતું કે- અહમદનગરમાં ગદર શૂટ દરમિયાન. આ સાથે જ તેણે હાર્ટ ઇમોજી પણ એડ કરી હતી.

ફિલ્મ ‘ગદર ૨’ ભારત-પાકિસ્તાનના એન્ગલને આગળ લઈ જશે અને સિક્વલમાં તારા સિંહ અને તેના પરિવારની સુરક્ષાની આસપાસ ફરશે. ફિલ્મમાં તેમના પુત્રનો રોલ કરી રહેલા બાળ કલાકાર ઉત્કર્ષ શર્મા પણ મહત્વના રોલમાં જાેવા મળશે.

આ ફિલ્મ ૧૧ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ ગદર ૨૦૦૧માં રિલીઝ થઇ હતી. તે સમયે ફિલ્મની સ્ટોરી, ઉત્કૃષ્ઠ અભિનય અને શાનદાર એક્શન સીનના કારણે આ ફિલ્મ છવાઇ ગઈ હતી.

હવે એક વખત ફરીથી અનિલ શર્મા ગદરની સિક્વલ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મના શૂટિંગના વીડિયો જેમ-જેમ સામે આવી રહ્યા છે, ફેન્સની એક્સાઈટમેન્ટ વધી રહી છે. ખાસ વાત એ છે કે, આ વખતે પણ તારા સિંહ અને સકીનાની ભૂમિકા સની દેઓલ અને અમિષા પટેલ જ ભજવી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.