Western Times News

Gujarati News

૧૮૧ અભયમ મહિલાની ટીમે એક વર્ષમાં બનાસકાંઠાની ૨૪,૨૫૩ મહિલાઓને ત્વરિત મદદ આપી સુરક્ષા કવચ આપ્યું

વર્ષ-૨૦૨૨ માં ઘરેલુ હિંસાનો ભોગ બનેલી સૌથી વધુ ૧૦,૪૫૨ મહિલાઓને ન્યાય અપાવ્યો

(માહિતી બ્યુરો, પાલનપુર) ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ ર્નિણયો લેવામાં આવે છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ- માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા હેલ્પલાઈન” ની સુવિધાની આવશ્યકતા જણાતા રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને ય્ફદ્ભ ઈસ્ઇૈં દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન” શરૂ કરવામાં આવી હતી. જેમાં ૧૮૧ મહિલા હેલ્પલાઇન હેઠળ કુલ ૫૯ રેસ્ક્યુવાનનો કાફલો ૨૪ટ૭ મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાયાર્ન્વિત રહે છે. રાજ્યની મહિલાને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પહેલી કહી શકાય તેવી ઇન્ટીગ્રેટેડ ૧૮૧ અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લામાં વર્ષ-૨૦૨૨માં ઘરના સભ્યો દ્વારા મહિલાઓ ઉપર શારિરીક માનસિક ત્રાસ, રોમિયો ગુંડા દ્વારા પજવણી, પડોશીઓ દ્વારા ઝઘડા કે પછી મોબાઇલ ફોન, ઇન્ટાગ્રામ દ્વારા બિભત્સ મેસેજ કે વાતચીત કરવાના કેસોમાં હેરાન થયેલી ૨૪,૨૫૩ મહિલાઓને ૧૮૧ અભયમની ટીમે ત્વરિત મદદ આપી સુરક્ષા કવચ પુરૂ પાડ્યું હતુ.
બનાસકાંઠા જિલ્લામાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમના ત્રણ કાઉન્સેલર અને ત્રણ મહિલા પોલીસ મળી ૬ જણાંની ટીમ ૨૪ ઠ ૭ કલાક ફરજ બજાવી જિલ્લાના ૧૪ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં બહેન- દીકરીઓને ન્યાય અપાવી રહ્યા છે.

આ અંગે કાઉન્સેલર જીનલબેન પરમારે જણાવ્યું હતુ કે, વર્ષ-૨૦૨૨માં ઘરના સભ્યો દ્વારા મહિલાઓ ઉપર શારિરીક માનસિક ત્રાસ, રોમિયો ગુંડા દ્વારા પજવણી, પડોશીઓ દ્વારા ઝઘડા કે પછી મોબાઇલ ફોન દ્વારા બિભત્સ મેસેજ કે વાતચીત કરવાના કેસોમાં હેરાન થયેલી ૨૪,૨૫૩ મહિલાઓને ૧૮૧ અભયમની ટીમે ત્વરિત મદદ આપી સુરક્ષા કવચ પુરૂ પાડ્યું હતુ. જેમાં સૌથી વધુ ઘરેલું હિંસાનો ભોગ બનેલી ૧૦,૪૫૨ મહિલાઓને ન્યાય અપાવ્યો હતો. પડોશી દ્વારા ઝઘડાથી ત્રસ્ત ૧૨૬૯ મહિલાઓ, જ્યારે ઘરમાંથી નીકળી ગયેલી ૧૩૪ મહિલા (૫૦ વૃધ્ધાનું) પરીવારજનો સાથે મિલન કરાવવામાં આવ્યું હતુ. દારૂ -વ્યસનથી પીડાના ૫૨૮ અને મોબાઇલથી હેરાનગતિ પામનારી ૬૩૯ મહિલાઓને તેમની ઓળખ છુપી રાખીને રોમિયો સહીતના તત્વોથી બચાવવામાં આવી હતી. મિલ્કત સબંધી ત્રાસમાંથી ૨૧૭ મહિલાઓને મુક્તિ અપાવી હતી. ૫૫ મહિલાઓને આપઘાત કરતાં બચાવી નવજીવન બક્ષ્યું હતુ.

૭૬૦ મહિલાઓને કાયદાકીય સલાહ આપી હતી. ૨૯૦ મહિલાઓને અધર રિલેશનશિપના કેસમાં ન્યાય અપાવ્યો હતો. ૧૬૯ મહિલાઓને તેમના ઘરે પરત સોંપવામાં આવી હતી. ૮૬ યુવતીઓને માતા- પિતા સાથે સમાધાન કરાવાયું હતુ. ૩૦ મહિલાઓને નોકરીના સ્થળે થતી હેરાનગતિમાંથી મુક્ત કરાઇ હતી. કિસ્સોઃ ચાર કલાકની જહેમત પછી કન્નડ ભાષાનું ગુજરાતીમાં રૂપાંતર કરી મુક- બધિરનું પરિવાર સાથે મિલન કરાવ્યું બનાસકાંઠા ૧૮૧ અભયમની ટીમે સાત વર્ષમાં પ્રથમ વખત ભાષાની મુશ્કેલીનો પ્રશ્ન ગુગલના માધ્યમથી ઉકેલ્યો હતો. રેલવે સ્ટેશનેથી મળેલી મુકબધિરને સરનામું લખવાનું કહેતા કન્નડ ભાષામાં લખાણ લખ્યું હતુ. ટીમને કન્નડ ભાષા આવડતી ન હતી. આથી ચાર કલાકની જહેમત બાદ ગુગલ વડે ગુજરાતીમાં ભાષાંતર કરી મૈસુરના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.