Western Times News

Gujarati News

ભરૂચ જિલ્લામાં વાવાઝોડાના પગલે ચીકુ અને કેરીના પાકને નુકશાન

ખેડૂતોનો કેરીનો પાક જમીનદોષ થતા કેરી મોંઘી થવાના એંધાણ ઃ ચીકુ પણ જમીનદોષ થતા ખેડૂતોને પાયમાલ થવાનો વારો

(પ્રતિનિધિ) ભરૂચ, એક તરફ ખેડૂત આર્ત્મનિભર બનવાના પ્રયાસો કરતા હોય છે.પરંતુ આર્ત્મનિભર બને તે પહેલા જ તેમની ઉપર વિવિધ સંકટ આવી પહોંચે છે.ત્યારે ભારે પવન સાથે વાવાઝોડું આવતા ખેડૂતોના તૈયાર થયેલા ચીકુ અને કેરી સહિતના પાક નષ્ટ થતા ખેડૂતો ફરી પાયમાલ થઈ ગયા છે અને સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે.
ભરૂચ જીલ્લામાં અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે પૂર ઝડપે ફુકાયેલા પવનન પગલે સર્જાયેલ વાવઝોડાના પગલે ખેડૂતો ફરી એકવાર પાયમાલ થયા છે. સોમવારની સંધ્યાકાળના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા પૂર ઝડપે ફૂંકાયેલા પવનથી ભરૂચમાં ધૂળીયુ વાતાવરણ બનવા સાથે ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલા પાકને પણ મોટું નુકસાન થયું હતું.

વાત છે નર્મદા નદીના કાંઠે ખેતી કરતા ખેડૂતોની કે જ્યાં ૬ એકર માં ચીકુ, કેરી સહિતના ઉભા પાકની ખેતી કરવામાં આવે છે.જે વાવઝોડાના કારણે તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થયું હતું અને તેમાંય ખાસ કરીને કેરી અને ચીકુના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે.ચીકુના વૃક્ષો ઉપર લાગેલા ચીકુ ભારે પવનના કારણે જમીનદોષ થતા ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું હતું.તો બીજી તરફ ઉનાળીની સીઝનમાં કેરીના પાકનું પણ મબલખ ઉત્પાદન થતું હોય છે.

પરંતુ કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે આંબા ઉપર લાગેલા મોર સાથે નાની કેરી પણ જમીનદોષ થતા ખેડૂતોને સતત પાયમલ થવાનો વારો આવ્યો છે. કુદરતી આફત સામે ખેડૂતો લાચાર બન્યા છે અને ફરી એકવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.ત્યારે આ વખતે પણ કેરીના સ્વાદ પ્રેમીઓને ખાટી મીઠી કેરી કડવી લાગવા સાથે મોંઘી પણ બની શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.