Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી

રાજકોટ, વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કામ કરતી શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા તારીખ ૬ માર્ચ ને સોમવારના રોજ રાજકોટ ખાતે વિશ્વ મહિલા દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા રાજકોટના શ્રી સરદાર પટેલ ભવન ખાતે ‘સ્ત્રી શક્તિની તાકાત અને જવાબદારી વિષય પર વક્તવ્ય યોજવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે હાજરી આપી હતી. આ ઉપરાંત ટ્રસ્ટી અનારબેન પટેલે પણ ઉપસ્થિત રહીને મહિલાઓને પ્રેરણા પૂરી પાડી હતી. મુખ્ય વક્તા એવા શ્રીમતિ અંકિતાબેન મૂલાણી (રિચ થિંકર)એ આ કાર્યક્રમમાં ‘સ્ત્રી શક્તિની તાકાત અને જવાબદારી’ વિષય પર સ્ત્રી શક્તિની મહત્તા સમજાવતું ધારદાર વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી હતી અને કાર્યક્રમને માણ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ચેરમેનશ્રી નરેશભાઈ પટેલનું શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટ્રસ્ટી અનારબેન પટેલ અને મુખ્ય વક્તા અંકિતાબેન મૂલાણી સહિતના મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ટ્રસ્ટી શ્રીમતિ અનારબેન પટેલે પોતાના સંબોધનમાં ઉપસ્થિત મહિલાઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, આ વર્ષે ૮ માર્ચે ધુળેટીના દિવસે મહિલા દિવસ છે ત્યારે તમામ બહેનો પોતાની આસપાસ રહેતી જરૂરિયાતમંદ બહેનોને મદદ કરીને આ દિવસની ઉજવણી કરે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers