Western Times News

Gujarati News

WPLમાં ગુજરાત જીત્યું, બેંગ્લોરે ફટકારી હારની હેટ્રિક

WPL GUJARAT

ગુજરાતના 201 રનના જવાબમાં બેંગ્લોર 190 રન જ બનાવી શક્યું- સોફિયા ડંકલીએ 28 બોલમાં માર્યા 65 તો હરલીન દેઓલે બનાવ્યા 67 રન

મુંબઈ, WPLમાં RCB હારની હેટ્રિક લગાવી છે. તેનો Gujarat Giants વિરુદ્ધ 11 રને પરાજય થયો છે. આ પહેલાં બેંગ્લોરને દિલ્હી અને મુંબઈ સામે પણ પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો.

ટૂર્નામેન્ટના આ છઠ્ઠા મુકાબલામાં પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતે સાત વિકેટે 201 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરની ટીમ 190 રન જ બનાવી શકી હતી. ટૂર્નામેન્ટમાં ગુજરાત જાયન્ટસની આ પહેલી જીત છે. આ પહેલાં બન્ને મુકાબલામાં તેનો પરાજય થયો હતો.

બેંગ્લોરની ઓપનિંગ બેટર સોફી ડેવાઈને 45 બોલમાં 66 રન બનાવ્યા પરંતુ તેને બીજા છેડેથી કોઈનો સાથ જ મળ્યો નહોતો. અંતમાં હીથર નાઈટે 11 બોલમાં અણનમ 30 રન બનાવીને આશા જગાવી પરંતુ બે ઓવરમાં ટીમને 33 અને અંતિમ ઓવરમાં 44 રનની જરૂર હતી જે બનવા અશક્ય હતા. બેંગ્લોરની સ્ટાર બેટર અને કેપ્ટન સ્મૃતિ મંધાના ફરી નિષ્ફળ નિવડી અને 18ના સ્કોરે આઉટ થઈ ગઈ હતી.

એલિસ પેરી પણ 32 રન જ બનાવી શકી પરંતુ ડેવાઈન સાથે બીજી વિકેટ માટે તેણે 43 રન જોડ્યા હતા. પેરી 25 બોલમાં 32 રન બનાવીને 12મી ઓવરમાં આઉટ થઈ હતી તો રિચા ઘોષ પણ દસ જ રન બનાવી શકી હતી.

આ પહેલાં સોફિયા ડંકલી (65) અને હરલીન દેઓલ (67 રન)ની ફિફટીની મદદથી ગુજરાત જાયન્ટસે 200થી વધુ રન બનાવ્યા હતા. બ્રેબોર્ન સ્ટેડિયમ પર સળંગ ત્રીજી મેચમાં બેંગ્લોરના બોલરો મોંઘા સાબિત થયા હતા અને બીજીવાર વિરોધી ટીમે 200ને પાર સ્કોર બનાવ્યો હતો.

ડંકલીએ માત્ર 28 બોલમાં 11 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા. તે મહિલા પ્રિમીયર લીગની સૌથી ફાસ્ટ ફિફટી હતી. બીજી બાજુ હરલીને 45 બોલમાં 67 રન બનાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.