Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અરેરે ! મહિલાએ પૂર્વ પતિ સાથે મળી પોતાના ઘરમાં કરી ૮.૩ લાખની ચોરી

મુંબઈ, શહેરના મલાડ ઈસ્ટની ઓમકારા સોસાયટીમાં એક મહિલા પોતાના પતિ સાથે રહેતી હતી. લગભગ નવ મહિના પહેલાં સાંજે તેને પોતાના સંબંધીના ઘરે જવાનું હતું. પત્ની ઘરમાં તૈયાર થઈ રહી હતી અને પતિ કાર સાફ કરાવવા માટે માર્કેટમાં ગયો હતો.the woman stole 8.3 lakhs from her house with her ex-husband

થોડી વારમાં પતિ પોતાના ઘરે પરત ફર્યો હતો અને પછી સંબંધીના ઘરે બંને રવાના થયા હતા. ત્રણ દિવસ બાદ જ્યારે તેઓ પોતાના ઘરે પરત ફર્યા તો ઘરની સ્થિતિ જાેઈને તેઓ ચોંકી ગયા હતા. ઘરનું તાળુ તૂટેલું હતું અને અંદર જાેયું તો સામાન વિરવિખેર હતો.

ઘરમાંથી લગભગ સાડા પાંચ લાગ રુપિયા કેશ અને ચાર લાખના દાગીના ગાયબ હતા. થોડી વારમાં પત્ની પણ પહોંચી. પતિ પત્ની ઘરની સ્થિતિ જાેઈને ચોંકી ગયા હતા. એ પછી બંનેએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ કરી રહી હતી પણ કોઈ પુરાવા મળતા નહોતા.

પોલીસે આસપાસના CCTV કેમેરાના ફૂટેજ પણ ચકાસ્યા હતા, પરંતુ ઘરમાં કોઈ આવતું જતું નજરે પડ્યુ હોતું. આખરે નવ મહિના બાદ પોલીસે આ કેસ સોલ્વ કરવામાં મદદ મળી ગઈ.

ઘરની મહિલાએ જ ખુદ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. તેણે જ ઘરમાંથી લાખો રુપિયાની ચોરી કરી હતી.સંબંધીના ઘરે જવાના દિવસે જ્યારે પતિ કાર સાફ કરાવવા માટે માર્કેટમાં ગયો હતો ત્યારે જ તેણે આ ચોરીને અંજામ આપ્યો હતો. તાળુ પણ તેણે જાણી જાેઈને તોડ્યું હતું. સામાન પણ તેણે વેરવિખેર કરી દીધો હતો. જેથી એવું લાગે કે ઘરમાં ચોરી થઈ છે. પોલીસને શંકા ત્યારે ગઈ કે જ્યારે ચોરીને લઈ કોઈ પુરાવા ન મળ્યાં.

ઘરનું તાળુ તૂટેલું હતુ પણ તેનો નકૂચો સલામત હતો. એ પછી પોલીસને ધ્યાને આવ્યું કે આ કામ ઘરના જ કોઈ શખસે કર્યુ હોઈ શકે છે. એ પછી પોલીસે દરવાજા પાસેથી ફિંગર પ્રિન્ટ લીધા. જે મહિલાની સાથે મેચ થયા હતા. પછી જાણવા મળ્યું કે ચોરી મહિલાએ જ કરી છે.

ત્યારે પોલીસને પણ સવાલ થયો કે આખે મહિલાએ ચોરી કેમ કરી? જ્યારે પોલીસે મહિલાની પૂછપરછ કરી તો ખુલાસો જાણીને ચોંકી ગઈ હતી. પોલીસ પૂછપરછમાં મહિલાએ કબૂલાત કરી કે તેણે પૂર્વ પતિ સાથે મળીને આ ચોરીને અંજામ આપ્યો હતો. આ મહિલાને પૂર્વ પતિથી એક દીકરો પણ છે.પતિ અને દીકરો મુંબઈના માલવાની વિસ્તારમાં રહે છે.

આરોપી મહિલા ફરીથી પોતાના પતિ અને દીકરા સાથે રહેવા જવા માગતી હતી. એટલે તેણે આ કારનામાને અંજામ આપ્યો હતો. એ પછી તેણે તેના બીજા પતિને જણાવ્યું કે, ઘરમાંથી પહેલાં પણ આ રીતે રુપિયા ગાયબ થઈ ચૂક્યા હતા. આખરે મહિલાએ પોતાનો ગુનો કબૂલતા પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers