Western Times News

Gujarati News

Aditya Roy Kapoor ની ગુમરાહનું ટીઝર રિલીઝ

મુંબઈ, હોળી પ્રસંગે એક્ટર આદિત્ય રોય કપૂરે એક તેના ફેન્સને શાનદાર ગિફ્ટ આપી છે. તેમની આવનારી ફિલ્મ ગુમરાહનું ટીઝર રિલીઝ કરાયું છે. આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂરનો અંદાજ અને પાત્ર હોશ ઉડાડનારા છે. Aditya Roy Kapoor’s Gumrah Teaser Released

આદિત્ય હાલમાં જ વેબ સીરિઝ ‘ધ નાઈટ મેનેજર’માં જાેવા મળ્યો હતો અને તે પછીથી લોકો એક્ટર માટે વધુ ક્રેઝી થઈ ગયા છે. વેબ સીરિઝમાં આદિત્ય રોય કપૂરનું પરફોર્મન્સની લોકોથી લઈને ક્રિટિક્સ સુધીએ પ્રશંસા કરી.

હવે, આદિત્યના ‘ગુમરાહ’ના ટીઝરે પણ ચોંકાવી દીધા છે. ગુમરાહમાં આદિત્ય રોય કપુર ઉપરાંત મૃણાલ ઠાકુર છે. મૃણાલ આ ફિલ્મમાં એક પોલીસ ઓફિસર બની છે, જે એક મર્ડર કેસને ઉકેલતી જાેવા મળશે. તેની ઝલક ટીઝરમાં પણ જાેવા મળી છે. ટીઝરની શરૂઆત આદિત્યના પાત્રથી થાય છે, જે કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યો છે. તે કહી રહ્યો છે કે, ‘બહુત મારા તેરે ગુંડોને મુઝે, મૈંને ગિના નહીં… ક્યુંકી મૈં એક હી મારુંગા, પર ઉસકા દર્દ પૂરી લાઈફ રહેગા.

તે પછી આદિત્યને ક્યારેક અંધારામાં ટી-શર્ટ પહેરતો, સિગારેટ સળગાવતો અને દિવસના ઉજાસમાં છોકરીઓ સાથે ફરતો અને પછી અચાનક રાત્રે કોઈને ર્નિદયતાથી મારતો બતાવાયો છે. જાેકે, મર્ડર કરનારો આદિત્ય છે કે કોઈ બીજું કોઈ, એ ખબર નથી કેમકે ચહેરો છૂપાયેલો હોય છે.

‘ગુમરાહ’ તમિળ ફિલ્મ ‘થાડમ’નું હિંદી રિમેક છે, કે જે ૨૦૧૯માં આવેલી હતી. આ ફિલ્મમાં એક્ટર અરુણ વિજય ડબલ રોલમાં જાેવા મળ્યો હતો. જાેવાનું એ હશે કે, ‘ગુમરાહ’માં આદિત્ય રોય કપૂર એવો જ જલવો બતાવી શકે છે કે નહીં. ‘ગુમરાહ’માં આદિત્ય રોય કપૂર પણ ડબલ રોલમાં છે.

‘થાડમ’ એવી હિટ રહી હતી કે, તેને ‘રેડ’ નામથી તેલુગુમાં બનાવાઈ હતી, અને હવે ‘ગુમરાહ’ નામથી હિંદીમાં આવી રહી છે. ‘ગુમરાહ’ ૭ એપ્રિલે થિયેટર્સમાં રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.