Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

લાંબડીયા ગામે રાવળી ઘેર નો મેળો યોજાયો

(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, લાબડીયા ગામે પરમ્પરાગત યોજાતો લોક મેળો આજે તારીખ ૯- ૩- ૨૩ ને ગુરુવારના રોજ યોજાયો હતો. ખેડબ્રહ્મા તાલુકા તથા પોશીના તાલુકાના ગામોમાં ભરાતા લોકમેળામાં સૌથી પહેલો લોકમેળો લાબડીયા ખાતે ભરાય છે . જેને રાવળી ઘેર નો મેળો પણ કહે છે.

આ મેળામાં ખેડબ્રહ્મા, દાતા, પોશીના તાલુકાના તથા રાજસ્થાનના કોટડા છાવણી તરફથી આદિવાસી લોકો મોટી સંખ્યામાં તેમના પરંપારિક વેશભૂષામાં આવે છે. સવારથી સાંજ સુધી રહેતા આ મેળામાં તેઓ મેળો મહાલે છે ચકડોળ ની મજા માણે છે ચા નાસ્તાઓ કરે છે. પાન મસાલા ખાય છે. નાચગાન સાથે ગીતો ગાય છે. જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરે છે, સ્ટુડિયોમાં ફોટા પડાવે છે અને સાંજે મેળો પૂર્ણ થતાં આ લોકો પરત ફરતા હોય છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers