Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

આમોદ-સરભાણ રોડ ઉપર ટ્રક ચાલકે રાહદારીને ટક્કર મારતા ઈજા

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ થી સરભાણ જવાના રોડ ઉપર હનુમાનજી મંદિર પાસે એક એલપીજી ગેસના બોટલ ભરેલા ટ્રક ચાલકે ગરીબ મજૂરને ટક્કર મારતા તેના ડાબા હાથમાં ફેક્ચર થયું હતું.જ્યારે માથાના ભાગે અને જમણા હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આમોદ તાલુકાના રોઝાટંકારીયા ગામેથી એલપીજી ગેસના બોટલ ભરીને કરજણ જતા ટ્રક ચાલકે આમોદથી સરભાણ તરફ હનુમાનજી મંદિર પાસે એક ગરીબ રાહદારી કાલિદાસ છોટુભાઈ રાઠોડ ઉ.વ.૬૦ રહે.માંડવા ફળીયું આમોદને ટક્કર મારતા રાહદારી કાલિદાસ રાઠોડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

જેમને ૧૦૮ મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતાં.કાલિદાસ રાઠોડને ડાબા હાથે ફેક્ચર થયું હતું.તેમજ જમણા હાથે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.જેથી તેમને આમોદમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.આમોદ પોલીસે એલપીજી ગેસના ટ્રક ચાલક સામે અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers