Western Times News

Gujarati News

ડાંગ દરબાર હોલ ખાતે જન ઔષધિ દિનની ઉજવણી કરાઈ

( ડાંગ માહિતી ) : આહવા, ડાંગ દરબાર હોલ ખાતે તા.૦૭ના રોજ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંતર્ગત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ હેતલબેન ચૌધરીના અધ્યક્ષ સ્થાને જન ઓષધિ દિવસ-૨૦૨૩ની ઉજવણી કરવામા આવી હતી.

આ પ્રંસગે જિલ્લા વહીવટી વડા શ્રી ડો. વિપિન ગર્ગે જણાવ્યુ હતુ કે, પ્રવર્તમાન સમયમા બજારમા મળતી બ્રાન્ડેડ દવાઓની ઊંચી કિંમત જનતાને ચૂકવવી પડે છે. જેનેરિક દવા ડોઝ, પ્રકાર, સમલામતી, ક્ષમતા બ્રાન્ડેડ દવાઓની જેવી જ હોય છે. ઉપરાંત જેનેરિક દવા આપવાની પદ્ધતિ, ગુણવતા, અસરકારકતા, લક્ષણોની દ્રષ્ટિએ બ્રાન્ડેડ દવા જેવી જ હોય છે. જેનેરિક દવાઓમા બ્રાન્ડ દવાઓના સમાન સક્રિય ઘટકો અને રાસાયણિક ઘટકોનો જ ઉપયોગ થાય છે. તથા જેનીરિક દવાઓનું માર્કેટિંગ અને વેચાણ બ્રાન્ડેડ નામ વિના થતુ હોઈ જેનીરિક દવા બ્રાન્ડેડ દવાઓની સરખામણીમા ૫૦% થી ૯૦% જેટલી બજારમા ઉપલબ્ધ થતી હોય છે. ડાંગ જિલ્લામા આરોગ્ય ક્ષેત્રે સભાનતા લાવવા માટે જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા આરોગ્ય કર્મીઓને જિલ્લામા, કુપોષણ, માતા મરણ તેમજ એનિમિયા જેવી બીમારીઓ દૂર કરવા માટે આહવાન કર્યું હતુ.

જિલ્લામાથી મજૂરી કામ અર્થે બહાર ગયેલા લોકોની માર્ચ એપ્રિલ મહિનામા ઘરવાપસી થાય છે ત્યારે બાળકોની ઊંચાઈ, વજન તેમજ માતાના સ્વાસ્થ્ય અંગેની તપાસ કરવા તેમજ સ્વાસ્થ્ય સંબધિત શિક્ષણ આપવા આરોગ્યકર્મીઓની સાથે આશા બહેનો આ ઝુંબેસ હાથ ધરી આરોગ્ય ક્ષેત્રમા ૧૦૦% ઉપલબધી પ્રાપ્ત કરવા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. હિમાંશુભાઈ ગામિતે જન ઔષધિ કેન્દ્ર વિશે જાણકારી આપી હતી તેમજ ડાંગ જિલ્લાના ગારખડી અને પિપલદહાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા નવિ એમ્બુલન્સ ફાળવવા બદવ જિલ્લા વહિવટી વડાશ્રી ડો.વિપિન ગર્ગનો આભાર વયક્ત કર્યો હતો.

કાલીબેલ ગામના યુવા અમીતભાઈએ જન ઔષધિ કેદ્ર દ્વારા તેમના પરિવારના બીમાર વ્યક્તિઓ માટે રાહત દરે દવાઓ પ્રાપ્ત થયુ હોવાનુ જણાવ્યુ હતુ. તેમજ લાભાર્થીઓને જન ઓષધિ કિટનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલાયના ફાર્મ્યુટીકલ્સ વિભાગ દ્વારા દ્વારા નવેમ્બર, ૨૦૦૮મા જન ઓષધિ યોજના દેશભરમા શરૂ કરવામા આવી હતી. મે -૨૦૧૪ સુધી પસંદગીના રાજ્યોમા માત્ર ૯૯ જન ઔષધિ સ્ટોર્સ આ યોજના અંતર્ગત શરૂ કરાયા છે. પોષણક્ષમ ભાવે ગુણવતાયુક્ત દવાઓની ઉપલબ્ધતાના ઉદ્દેશ સાથે સરકારે સપ્ટેમ્બર ૧૦૧૫મા જન ઓષધિ યોજનાને પ્રધાનમંત્રી તરીકે સુધારી છે. યોજનાનાએ વધુ વેગ આપવા માટે તેનુ નામ બદલી ઁસ્મ્ત્નઁ રાખવામા આવ્યુ છે. હાલમા તેનુ સંચાલન ભારત ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્મ્યુટીકલ્સ હસ્તકની ફાર્મ્યુટીકલ્સ અને મેડિકલ ડિવાઇસ બ્યુરો ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.