Western Times News

Gujarati News

મોડાસામાં કમલમ આગળ કાર્યકર્તાઓ સાથે જિલ્લા સંગઠન પ્રમુખે ઢોલના તાલે ધુળેટી મનાવી

(પ્રતિનિધિ)મોડાસા, મોડાસામાં કમલમ આગળ કાર્યકર્તાઓ સાથે અદના કાર્યકર્તાની જેમ જાેડાઈ જ જિલ્લા સંગઠન પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલે ઢોલના તાલે ધુળેટી ઉમંગભેર મનાવી હતી. પરસ્પર સદભાવ અને આત્મીયતાનો ઉજાસ રેલાવતા અને પરંપરાગત ઉજવાતા રંગોના આ તહેવારને આબાલવૃદ્ધ સૌ કોઈએ અનેરા ઉમંગે મનાવ્યો હતો. મોડાસામાં જિલ્લા કાર્યાલય, કમલમ ખાતે આજે મનાવવામાં આવેલા ધુળેટીના આ પર્વે ઢોલના તાલે દાંડીયે રમીને યુવાનો સહિત સૌ કોઈ નાચી ઝૂમી ઉઠ્‌યા હતા અને તહેવારનો આનંદ લૂંટયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.