Western Times News

Gujarati News

ચારધામમાં ભગવાનના દર્શન કરવા માટે હવે ટોકન લેવો પડશે

(એજન્સી)જાેશીમઠ, ચારધામ યાત્રા આગામી એપ્રિલ મહિનામાં શરુ થવા જઈ રહી છે. દેશના ખૂણે ખૂણેથી બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી-યમુનોત્રી દર્શન કરવા માટે લોકો પહોંચતા હોય છે. દર્શન કરવા માટે ભક્તોને લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહીને રાહ જાેવાનો વારો આવતો હોય છે, પરંતુ આ વખતે આવું નહીં થાય.

શ્રદ્ધાળુઓ હવે સરળતાથી લાઈનમાં ઊભા રહ્યા વગર જ ભગવાનના દર્શન કરી શકશે એવું આયોજન કરવામાં આવ્યું છે. એના માટે ઉત્તરાખંડ પર્યટન વિકાસ પરિષદ યાત્રીઓ માટે દર્શનાર્થ ટોકન સિસ્ટમ લાગુ કરશે. આ ટોકન એક એક કલાકના સ્લોટના અંતરાલમાં જારી કરવામાં આવશે. આ ટોકન ચાર કલાક સુધી માન્ય રહેશે.

ટોકન સિસ્ટમ લાગુ કરવાના કારણે તીર્થ યાત્રીઓને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાનો સમય બચી જશે. શ્રદ્ધાળુઓ પોતાનો ટોકન લઈને ચાર કલાકની અંદર ક્યારેય પણ મંદિરમાં દર્શન કરી શકશે. આ ટોકન સિસ્ટમની વ્યવસ્થા ચારેય ધામમાં લાગુ કરવામાં આવશે. જેથી લોકોને લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી છૂટકારો મળશે અને તેઓ પોતાના સમયે દર્શન કરી શકશે.

ચારધામ યાત્રા દરમિયાન ચારેય ધામોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ હોવાના કારણે શ્રદ્ધાળુઓને દર્શન કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. શ્રદ્ધાળુઓ આખો દિવસ લાઈનોમાં ઊભા રહેતા હતા અને દર્શન પણ થતા નહોતા. જેને જાેતાં ઉત્તરાખંડ પર્યટન વિકાસ પરિષદ દ્વારા આ વર્ષે ટોકન સિસ્ટમની શરુઆત કરવામાં આવી છે.

ઉત્તરાખંડ પર્યટન વિકાસ પરિષદના ડેપ્યુટી ડિરેક્ટર યોગેન્દ્ર ગંગવારે જણાવ્યું કે, ચારધામની યાત્રા કરવા આવતા યાત્રીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે, એટલા માટે ઉત્તરાખંડ પર્યટન વિકાસ પરિષદે કવાયત શરુ કરી છે. ચારેય ધામમાં ટોકન વ્યવસ્થા દ્વારા તીર્થયાત્રીઓની યાત્રા પણ સરળ બની રહેશે.

પહેલાં તીર્થયાત્રીઓ બસમાં બેસી કે ચાલીને ધામમાં પહોંચતા હતા. સમય બચાવવા માટે તેઓ તરત લાઈનમાં ઊભા રહી જતા હતા. જેના કારણે અનેક તીર્થયાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. સૌથી વધારે મુશ્કેલી ઉંમરલાયક યાત્રીઓને થતી હતી.

દર્શન માટે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહ્યા બાદ નંબર આવતો હતો. ત્યારે ટોકન સિસ્ટમ શરુ થયા બાદ ભક્તોને ખૂબ જ રાહત મળશે. લાઈનમાં ઊભા રહીને જે મુશ્કેલીઓ પડતી હતી એનો પણ હવે અંત આવી જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.