Western Times News

Gujarati News

જીવના જાેખમે ઇંગ્લિશ ચેનલ પાર કરતા ૬૮૩ લોકો પકડાયા

(એજન્સી)વોશિંગ્ટન, સારી લાઈફસ્ટાઈલ અને નાણાં કમાવા માટે વિદેશ જતા ભારતીયોની સંખ્યા વધતી જાય છે. તેમાં કાયદેસર રીતે વિદેશ જતા લોકોની સાથે સાથે ગેરકાયદે જતા લોકોની સંખ્યા પણ વધી છે. ખાસ કરીને અમેરિકા, કેનેડા અને યુકેમાં પ્રવેશવા માટે ઘણા ગોટાળા ચાલે છે.

વર્ષ ૨૦૨૨માં પણ સેંકડો ભારતીયોએ જીવના જાેખમે UKમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાં તેઓ પકડાઈ ગયા હતા. લેટેસ્ટ આંકડા પ્રમાણે નાની બોટમાં ઠુંસી ઠુંસીને માણસો ભરીને ઇંગ્લિશ ચેનલ (ફ્રાન્સ અને યુકે વચ્ચેનો સમુદ્ર) પાર કરાવવામાં આવે છે જેમાં ગયા વર્ષે ૬૮૩ ભારતીયો પકડાયા હતા.

ઇંગ્લિશ ચેનલ પાર કરવી એ એક જાેખમી સફર હોય છે કારણ કે બહુ ઓછા લોકો સમાઈ શકે તેવી બોટમાં અનેકગણા લોકોને ભરવામાં આવે છે અને ઘણી વખત બોટ ડુબી જવાની ઘટનાઓ પણ બને છે. યુકે સરકારે જણાવ્યું કે ૨૦૨૨માં સાંકડી બોટમાં બેસીને ફ્રાન્સથી UKમાં ઘુસવાનો પ્રયાસ કરતા ૬૮૩ ભારતીયો પકડાયા હતા,

જેમાંથી મોટા ભાગનાની ઉંમર ૪૦ વર્ષ કરતા ઓછી હતી. ગયા અઠવાડિયે યુકેની સંસદમાં વડાપ્રધાન રિશી સુનાક અને ભારતીય મૂળના ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને ગેરકાયદે માઈગ્રેશન વિરોધી ખરડો રજુ કર્યો હતો તેમાં આ વિગતો જાહેર થઈ છે.

આ ખરડા પ્રમાણે કોઈ પણ વ્યક્તિ નાની બોટમાં બેસીને યુકેમાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કરશે તો તેને પકડીને તેના દેશમાં ડિપોર્ટ કરી દેવાશે અથવા તો થર્ડ કન્ટ્રીમાં મોકલી દેવાશે. આ ઉપરાંત ત્યાર પછી જે તે વ્યક્તિનો યુકેમાં પ્રવેશ કાયમ માટે પ્રતિબંધીત કરી દેવાશે.

સરકારનો હેતુ ગેરકાયદે માઈગ્રેશન પર પ્રતિબંધ મુકવાનો અને આવી રીતે લોકોની હેરાફેરી કરતી ગેંગને ખતમ કરવાનો છે જેઓ વ્યક્તિ દીઠ ૩૦૦૦ પાઈન્ડ લઈને લોકોને ફ્રાન્સથી યુકેમાં ઘુસાડે છે. કેટલીક વખત તો ૧૫-૨૦ વ્યક્તિ બેસી શકે તેવડી બોટમાં ૪૦થી ૫૦ લોકોને ભરીને લાવવામાં આવે છે. આવી ગેંગના માણસો તુર્કીથી આવી બોટ ખરીદે છે અને જર્મનીમાં બોટ ગોઠવે છે. ત્યાંથી તેઓ ફ્રાન્સ જાય છે અને ગેરકાયદે લોકોને બોટમાં ભરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.