Western Times News

Gujarati News

જિનપિંગને ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવાની મંજૂરી આપવામાં આવી

બેઈજિંગ, ચીનમાં નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનસીપી)ની ૧૪મી બેઠકમાં શી જિનપિંગને ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવાની મંજૂરી આપવામાં આવી છે, જેનાથી તેઓ વધુ શક્તિશાળી બની ગયા છે. આજે તેમને રાષ્ટ્રપતિ તરીકે ત્રીજી ટર્મ આપવામાં આવી હતી. જિનપિંગે ચીનની સરકાર અને અર્થવ્યવસ્થા પર પોતાની પકડ વધુ મજબૂત કરી છે.ખરેખર તો નેશનલ પીપલ્સ કોંગ્રેસ એટલે કે ચીનની સંસદની વાર્ષિક બેઠક રવિવારે શરૂ થઈ હતી.

આ બેઠક એક સપ્તાહથી ચાલી રહી છે. તેમાં ૬૯ વર્ષીય શીએ કેટલાક પડકારોનો સામનો પણ કર્યો હતો. તેમની ઝીરોકોવિડ નીતિને લઈને પણ ઘણા સવાલો ઉભા કરાયા હતા. જાેકે તેમણે આ બધા પડકારો ઝિલી સફળતા મેળવી હતી. સાંસદોએ આ તમામ આરોપોની જગ્યાએ બેજિંગના વિજ્ઞાન મંત્રાલય અને ટેક્નિકલ ક્ષમતાઓના વ્યાપક સુધારા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

અહેવાલો અનુસાર આ બેઠકમાં શી જિનપિંગનો કાર્યકાળ ત્રીજી વખત વધારવામાં આવ્યો છે. જેના કારણે ચીનમાં તેમની શક્તિ વધુ મજબૂત થશે. તેમના રાજ્યાભિષેકથી તેઓ આધુનિક ચીનના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા બની ગયા છે. તેનો અર્થ એ છે કે શી જિનપિંગ તેમના ૭૦ના દાયકામાં સારી રીતે શાસન કરશે અને જાે કોઈ હરિફ ઉભરી નહીં આવે તો તેમનો કાર્યકાળ વધુ લાંબો હશે.

તેમનો ત્રીજાે કાર્યકાળ એવા સમયે શરૂ થઈ રહ્યો છે જ્યારે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધીમી ગતિએ આગળ વધી રહી છે. જાેકે, આ બેઠકમાં ર્નિણય લેવામાં આવ્યો છે કે આ વર્ષે ચીન વર્ષ ૨૦૨૩માં તેના સંરક્ષણ પર ૧૮ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે. જે ભારતના સંરક્ષણ બજેટ કરતાં લગભગ ૩ ગણું વધારે છે. તે જ સમયે, ૨૦૨૩ માટે ચીનની આર્થિક વૃદ્ધિનો લક્ષ્યાંક ૫ ટકા રાખવામાં આવ્યો છે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.