Western Times News

Gujarati News

ધનસુરાની નવોદય વિદ્યાલયમાં આરોગ્ય રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમનો પ્રારંભ 

અરવલ્લી:અરવલ્લી જિલ્લા ની ધનસુરા જવાહર નવોદય વિદ્યાલય ખાતે  જિલ્લા કક્ષાના શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં જિલ્લા કલેક્ટર ડૉ.અનિલ ધામેલિયા,અને જિલ્લા પંચાયત ના પ્રમુખ હંસાબેન પરમાર ,જિલ્લા આરોગ્ય અધિકારી અમરનાથ વર્મા ઉપસ્થિત રહ્યાં હતા.

આ કાર્યક્રમ 25-11-2019  થી તારીખ 30-01-2020 સુધી ચાલશે.જેમાં નવજાત શિશુ થી 18 વર્ષ ના બાળકો ની તપાસ કરવામાં આવશે.જિલ્લા ના 2,96,000 થી વધુ બાળકો ને આ કાર્યક્રમ માં આવરી લેવામાં આવશે.જિલ્લા ની પ્રાથમિક શાળાઓ,માધ્યમિક શાળાઓ,આંગણવાડી  સહિત 3128 સંસ્થાઓ ના તમામ બાળકોને આ કાર્યક્રમ માં તપાસ કરવામાં આવશે.તપાસ બાદ જરુરી સારવાર પણ આપવામાં આવશે.

આ કાર્યક્રમ માં જિલ્લા કલેક્ટર ડૉ.અનિલ ધામેલિયા, જિલ્લા પંચાયત ના પ્રમુખ હંસાબેન પરમાર,સામાજિક આગેવાન શામળભાઈ પરમાર,જિલ્લા આરોગ્ય અધિકારી અમરનાથ વર્મા,તાલુકા પંચાયત ના પ્રમુખ કનુભાઇ પટેલ,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કૌશલભાઈ પટેલ,ધનસુરા તાલુકા આરોગ્ય અધિકારી યોગેશભાઈ ગોસ્વામી, આરોગ્ય વિભાગના તબીબ ચિંતલબેન પટેલ,કેયુરભાઈ,મહેશભાઈ,મૌલિકભાઈ,અરવલ્લી જિલ્લા ના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમીરભાઈ પટેલ,એન.એન.ચૌધરી,જવાહર નવોદય વિદ્યાલય ના આચાર્ય કમલાકર ધોપ્ટે,બી.જે.જાની સૌ ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા ના આરબીએસકેના  કર્મચારીઓ,અને મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.