Western Times News

Gujarati News

Bopal:ઝઘડામાં પતિએ સાસુ-પત્નીને કારથી કચડી નાખવા પ્રયાસ

બોપલ વિસ્તારમાં પારિવારિક ઝઘડાનો વિચિત્ર કિસ્સો

પત્નીએ વાત કરવા માટે ગાડી ઉભી રખાવી હતી, આ દરમિયાન પતિ આવ્યો અને અપશબ્દો બોલી પૂર ઝડપે ગાડી દોડાવી દીધી હતી

અમદાવાદ,શહેરમાં અવાર નવાર ક્રાઈમના કિસ્સા સામે આવતા રહે છે. આ ઘટના બોપલ વિસ્તારની છે. જ્યારે પત્ની અને સાસુ બહાર ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે પતિ ત્યાંથી ગાડી લઈને પસાર થયો હતો. આ દરમિયાન પતિ અને પત્ની વચ્ચે અગાઉ ઝઘડો થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. સાસુ અને પત્નિને જાેતા અચાનક પતિએ ગાડી પૂર ઝડપે દોડાવી દીધી હતી. Strange case of family feud in Bopal

નોંધનીય છે કે આ દરમિયાન તેણે સાસુ અને પત્ની પર ગાડી ચઢાવી દેવા પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. જાણો આ ઘટના કેવી રીતે ઘટી અને ત્યારપછી પોલીસ એક્શનમાં આવતા શું થયું. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે પતિ મર્સિડિઝ કારમાં આગળ જઈ રહ્યો હતો. ત્યારે પત્ની અને સાસુ બહાર ચાલવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન પત્નીએ પતિની ગાડી રોકવા માટે પ્રયાસ કર્યો હતો.

પરંતુ પતિ ગાડીમાં તેના મિત્રો સાથે હતો તથા પત્ની સાથે પારિવારિક વિવાદ થયો હોવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે. તેવામાં અચાનક પત્ની ગાડીને રોકવા પ્રયાસ કરી રહી હતી. પરંતુ પતિએ રોકી નહીં અને અપશબ્દો બોલીને પૂર ઝડપે ચલાવી હતી. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે તે પ્રમાણે પતિએ ત્યારપછી ગુસ્સામાં સાસુ અને પત્ની પર મર્સિડિઝ ગાડી ચઢાવી દેવા પ્રયાસ કર્યો હતો.

વિગતે જણાવીએ તો પતિની સાથે વધુ વાત કરવા માટે પત્નીએ ગાડી રોકાવી હતી. પતિએ આ પ્રમાણે કર્યું પણ ખરુ તથા ગાડી રોકીને પત્નીને અપશબ્દો બોલ્યા. પરંતુ ત્યારપછી તે ત્યાંથી જતો રહેવા માગતો હતો એ દરમિયાન તેમના સાસુ અને પત્નીએ ગાડી આગળ ઉભા રહી તેને રોકવા પ્રયાસ કર્યો હતો.

જાેકે પતિ માન્યો નહીં અને તેઓ ગાડી આગળ હોવા છતા પૂર ઝડપે ચલાવી દીધી હતી. નોંધનીય છે કે આ ઘટનામાં સાસુને ગાડીનું પતરુ વાગી ગયું હતું જ્યારે બીજી બાજુ પત્નીને પણ ઈજા થઈ હતી. આ સમગ્ર ઘટનાક્રમ પછી સાસુ અને પત્નીએ બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ત્યાંથી તેમની ફરિયાદ સરખેજ પોલીસ મથકે મોકલી દીધી હતી. ત્યારપછી હવે પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી દીધી છે. જાેકે પૂછપરછ દરમિયાન પરિવાર દ્વારા પારિવારિક કંકાશ વિશે વિગતવાર કોઈ માહિતી આપવામાં આવી નહોતી.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.