Western Times News

Gujarati News

Gujaratમાં 12703 કરોડના શક્ય રોકાણ સાથે 16 MoU થયા

ગાંધીનગર, રાજ્યમાં ઉદ્યોગોને આર્ત્મનિભરતા માટે સહાયની ‘ધ આર્ત્મનિભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’યોજના રાજ્ય સરકારે ઓક્ટોબર-૨૦૨૨ માં જાહેર કરેલી છે.

આ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગો શરૂ કરવા રોકાણો માટેના ૧૬ જેટલા એમઓયુએક જ દિવસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં સંપન્ન કરવામાં આવ્યા છે. આ ૧૬ જેટલા બહુવિધ એમઓયુને પરિણામે રાજ્યમાં રૂપિયા ૧૨૭૦૩ કરોડનું સંભવિત રોકાણ તેમજ ૧૩૮૮૦ સૂચિત રોજગારીની વ્યાપક તક ઊભી થશે.

ઑક્ટોબર ૨૦૨૨માં શરૂ કરવામાં આવેલી ‘ધ આર્ત્મનિભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’યોજના અન્વયે અત્યાર સુધીમાં કુલ ૫૪૮૫૨ કરોડના સૂચિત રોકાણોના ૨૦ એમઓયુથયા છે.

આના પરિણામે ૨૪૭૦૦થી વધુ સૂચિત રોજગાર અવસર મળવાના છે. ઉદ્યોગમંત્રી બલવંત સિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સોમવારે થયેલા વધુ ૧૬ એમઓયુસાથે કુલ ૩૬ એમઓયુરૂપિયા ૬૭ હજાર ૫૫૫કરોડના સૂચિત રોકાણો માટે થયા છે અને અંદાજે ૩૮૬૩૧ લોકોને રોજગારી મળશે.

આજે થયેલા બહુવિધ એમઓયુઅન્વયે કેમિકલ એન્ડ ડાયઝ, એગ્રોકેમિકલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, ગોલ્ડ રિફાઈનિંગ એન્ડ પ્રોસેસિંગ, સેફ્ટી પ્રોટેક્ટવેર, ફૂડ વર્ક્‌સ, કાર્બનિક કેમિકલ્સ અને સોલાર મોડ્યુલ તથા સેલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણો આવશે.

મોટાભાગના ઉદ્યોગો ૨૦૨૪-૨૫ સુધીમાં પોતાનું ઉત્પાદન શરૂ કરશે તેમ જ આ ઉદ્યોગો પૈકી દહેજ ઉદ્યોગ વસાહતમાં ૫, સાણંદ અને ભરુચના ઝઘડીયામાં ૩-૩, પાનોલીમાં ૨ તેમ જ ભીમાસર, નવસારી, અને સાયખા ઉદ્યોગ વસાહતોમાં ૧-૧ ઉદ્યોગો શરૂ થવાના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.