Western Times News

Gujarati News

Russiaના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે ધરપકડ વૉરંટ જાહેર

વૉશિંગ્ટન, International Criminal Court રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે ધરપકડ વૉરંટ જાહેર કર્યુ છે. આ વૉરંટ યુક્રેનમાં યુદ્ધ અપરાધો અને યુક્રેનિયન બાળકોના રશિયામાં અપહરણના મામલામાં જાહેર કરવામાં આવ્યુ છે. પુતિન વિરુદ્ધ વૉરંટ જાહેર થયા બાદ યુક્રેન અને અમેરિકા સહિત ઘણા દેશોએ ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસના ર્નિણયની પ્રશંસા કરી છે. Putin Arrest Warrant

અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેને કહ્યુ કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધ અપરાધ કર્યો છે. તેઓ ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસના ર્નિણયનુ સ્વાગત કરે છે. યુએસ, કેનેડા, પોલેન્ડ અને ચેક રિપબ્લિક સહિત અન્ય કેટલાક દેશોએ પણ આંતરરાષ્ટ્રીય અદાલતના ર્નિણયનુ સ્વાગત કરયું છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ આઇસીસીના ર્નિણયની પ્રશંસા કરી છે. આ ર્નિણયને ઝેલેન્સ્કીએ ‘ઐતિહાસિક’ ર્નિણય ગણાવ્યો છે. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર કહ્યુ, ‘આ એક ઐતિહાસિક ર્નિણય છે, જ્યાંથી ઐતિહાસિક જવાબદારી શરૂ થશે.’ અગાઉ પુતિન વિરુદ્ધ વૉરંટ જાહેર થયા બાદ ઝેલેન્સ્કીએ કહ્યુ હતુ કે આ તો માત્ર શરૂઆત છે.

પુતિન વિશ્વના ત્રીજા એવા રાષ્ટ્રપતિ છે, જેમને પદ પર રહીને તેમની ધરપકડ માટે વોરંટ જાહેર કરવામાં આવ્યુ છે. તે પહેલા ઈન્ટરનેશનલ કોર્ટે સુદાનના રાષ્ટ્રપતિ ઓમર અલ-બશીર અને લિબિયાના રાષ્ટ્રપતિ મુઅમ્મર ગદ્દાફીની ધરપકડ વોરંટ જાહેર કર્યુ હતુ.

આ વૉરંટ જાહેર કરવાનો મતલબ એ છે કે હવે જાે પુતિન કોર્ટને માન્યતા આપતા કોઈપણ દેશમાં જાય તો ત્યાં તેમની ધરપકડ થઈ શકે છે. તેમને હેગ સ્થિત ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ સમક્ષ રજૂ કરવામાં આવી શકે છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.