Western Times News

Gujarati News

અરવલ્લી જિલ્લાની ૧૪૫૦ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા પૌષ્ટિક આહારનો ઉપયોગ

પ્રતિનિધિ.મોડાસા. રાજ્ય સરકાર દ્વારા કુપોષણ નિવારવા અને સર્વાંગી વિકાસ તેમજ તંદુરસ્તી માટે જુદી જુદી યોજનાઓ જેવીકે પોષણ અભિયાન,જનજાગૃતિ અભિયાન,પોષણ પખવાડા, દૂધ સંજીવની યોજના,પોષણ સુધા યોજના,્‌ૐઇ(ટેક હોમ રેશન બાળ શક્તિ,માતૃ શક્તિ,પૂર્ણા શક્તિ ) કાર્યરત છે. જેનો મૂળ ઉદ્દેશ બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવી પોષણ સ્તર સમૃદ્ધ બનાવવાનો છે.

અરવલ્લી જીલ્લાની ૧૪૫૦ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના પોષણ સ્તર માં સુધારો લાવવા પૌષ્ટિક આહારનો ઉપયોગ કરવામાં આવે છે.તમામ બાળકોના પોષણ સ્તર માં સુધારો લાવવા આંગણવાડી કેન્દ્રો માં ૩ થી ૬ વર્ષના બાળકોને કામકાજના દિવસો દરમિયાન મેનુ મુજબ સવારનો ગરમ નાસ્તો ,બપોરનું ભોજન અને સોમ અને ગુરુ ફળ આપવામાં આવે છે. તે ઉપરાંત ૦ થી ૩ વર્ષના બાળકોને THR (ટેક હોમ રેશન ) બાલ શક્તિના સામાન્ય બાળકોને દર માસે ૭ પેકેટ, અને અતિ ઓછા વજન વાળા બાળકોને ૧૦ પેકેટ ,૩ થી ૬ વર્ષના અતિ ઓછા વજન વાળા બાળકોને ૪ પેકેટ આપવામાં આવે છે.

અતિ ઓછા વજન વાળા બાળકો અને મધ્યમ કુપોષિત બાળકોના વાલીઓ સાથે આંગણવાડી ના કાર્યકર બહેનો દ્વારા કાઉન્સલીંગ કરી તેમને આંગણવાડી સિવાય ઘરે અપાતા આહારમાં પૌષ્ટિક આહારનો ઉપયોગ કરે તેમજ બાળકોની સ્વચ્છતા વિષે માર્ગદર્શન આપવામાં આવે છે. અરવલ્લી જીલ્લાના આદિજાતિ ઘટકોમાં ભિલોડા અને મેઘરજની આંગણવાડી કેન્દ્રોનો સમાવેશ થાય છે જેમાં, દૂધ સંજીવની યોજના અને પોષણ સુધા યોજનાનો લાભ આપવામાં આવે છે.

દૂધ સંજીવની યોજનામાં ૬ માસ થી ૬ વર્ષના બાળકોને અઠવાડિયામાં ૫ દિવસ (સોમ થી શુક્ર) ૧૦૦ મિલી દૂધ અને સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને ૨૦૦ મિલી દૂધ( બુધ અને શુક્ર) ફ્લેવર મિલ્ક આપવામાં આવે છે.તે ઉપરાંત પોષણ સુધા યોજના અંતર્ગત સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને એક ટંકનું મેનુ મુજબનું બપોરનું ગરમ ભોજન આપવામાં આવે છે. આમ,અરવલ્લી જિલ્લામાં રાજ્ય સરકારમાંથી મળતી તમામ સેવાઓ અને લાભોનો લાભ લાભાર્થી સુધી પહોચે તે માટે યથાર્થ સઘન પ્રયત્નો કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.