Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

૨૦ મી માર્ચ “વિશ્વ ચકલી દિવસ” નિમિત્તે ચકલી ઘરનું વિતરણ કરાશે

(પ્રતિનિધિ) બાયડ, પાલડી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અને એન સી એફ ધર્મેશ સોની તથા જાયન્ટ્‌સ ગ્રુપ ઓફ બાયડ ના પ્રમુખ શૈલેષ ભાટિયા ફેડરેશન ઓફિસર કુમુદભાઇ ભાવસાર, યુનિટ ડાયરેક્ટર ગિરીશ પટેલ, પૂર્વ પ્રમુખ ડૉ દેવમ્‌ સોની, સાહેલી પ્રમુખ નિમિષા ભાટીયા,ચોઈલા પ્રાથમિક શાળા નં ૩ ના ઉપ શિક્ષિકા અને જાયન્ટ્‌સ ગ્રુપ ઓફ બાયડ સાહેલીના પૂર્વ પ્રમુખ ભારતી સોની, કાજલ સોની, ધારવી ભાટિયા તથા જાયન્ટ્‌સ ગ્રુપ ઓફ બાયડ અને ગ્રુપ ઓફ બાયડ સાહેલીના સહયોગથી હેપ્પી ચકલી ઘર નું વિતરણ બાયડ શહેરના વિવિધ વિસ્તારમા કરવામાં આવશે. બાયડ શહેરના નગરજનો આ ચીં.. ચીં ..ચીં .. કરતી ચકલી નો આધાર બનશે. સતત નવમાં વર્ષે ૧૦૦૦ ચકલી ઘરનું વિતરણ કરવામાં આવશે. અત્યાર સુધીમાં ૮૦૦૦ ઉપરાંત ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers