Western Times News

Gujarati News

ભારતીય હાઈકમિશન પરિસરમાં ખાલિસ્તાનીઓને પ્રવેશ કરવાની મંજૂરી કોણે આપી

બ્રિટનમાં ખાલિસ્તાનીઓએ તિરંગાનું અપમાન કર્યું-દિલ્હીમાં બ્રિટિશ રાજદૂતને હાજર કર્યાં

નવી દિલ્હી, બ્રિટનમાં એક વિરોધ પ્રદર્શન દરમ્યાન અમુક ખાલિસ્તાનીઓએ રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કર્યું છે. લંડનમાં આવેલ ભારતીય હાઈકમિશનમાં ખૂબ હોબાળો કર્યો. આ દરમ્યાન તિરંગાને નીચે ઉતારી લેવામાં આવ્યો. Who allowed the Khalistanis to enter the Indian High Commission premises?

તેને લઈને ભારત સરકારે દિલ્હીમાં બ્રિટિશ હાઈકમાન્ડને હાજર કર્યા છે. ભારતે આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપતા વાંધો ઉઠાવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, લંડનમાં ભારતીય હાઈકમિશન વિરુદ્ધ અલગાવવાદી અને ચરમપંથી તત્વો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર ભારતે વિરોધ વ્યક્ત કર્યો છે.

તેના પર પ્રતિક્રિયા આપવા માટે દિલ્હીમાં બ્રિટિશ રાજદૂતને હાજર કર્યા છે. વિરોધ નોંધવાતા વિદેશ મંત્રાલયે પુછ્યું કે, ભારતીય હાઈકમિશન પરિસરમાં ખાલિસ્તાની તત્વોનો પ્રવેશ કરવાની મંજૂરી કોણે આપી. મંત્રાલયએ પુછ્યું કે, કેવી રીતે આટલી સંખ્યામાં પરિસરમાં લોકો અંદર ઘૂસી આવ્યા.

તેનો અર્થ એવો થાય છે કે, ત્યાં સુરક્ષાની કોઈ વ્યવસ્થા જ નથી. તેને નજરઅંદાજ કરવામાં આવ્યું. વિદેશ મંત્રાલયે આગળ કહ્યું કે, બ્રિટેનમાં ભારતીય રાજદૂત પરિસરમાં અને કર્મચારીઓની સુરક્ષા પ્રત્યે બ્રિટિશ સરાકરની ઉદાસિનતા ભારતને સ્વીકાર્ય નથી. ભારતમાં બ્રિટનના હાઈ કમિશ્નર એલેક્સ એલિસે આ ઘટનાની આકરી ટીકા કરી છે.

તેમણે ટિ્‌વટ કરી કહ્યું કે, હું લંડન સ્થિત ભારતીય હાઈકમિશન પરિસર અને ત્યાંના લોકો વિરુદ્ધ આજે ઘૃણિત કૃત્યોની ટીકા કરુ છું. આ એકદમથી અસ્વીકાર્ય છે.

દરમિયાન ભાગેડુ ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહની પંજાબ પોલીસે ધરપકડ કરી છે.
વારિસ પંજાબ દેના કાયદાકીય સલાહકાર ઈમાન સિંહ ખારાએ રવિવારે (૧૯ માર્ચ) પંજાબના શાહકોટ પોલીસ સ્ટેશનમાં ધરપકડ વિશે માહિતી આપી હતી. વાસ્તવમાં પંજાબ પોલીસનો દાવો છે કે અમૃતપાલ સિંહ હજુ પણ ફરાર છે અને તેને પકડવાના પ્રયાસો ચાલુ છે. જાેકે, પોલીસના દાવાથી વિપરીત વકીલ ઈમાન સિંહ ખારાએ કહ્યું કે ખાલિસ્તાની નેતાની શાહકોટ પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી છે.

એડવોકેટ ઈમાન સિંહ ખારાએ એવો પણ દાવો કર્યો છે કે પંજાબ પોલીસ અમૃતપાલ સિંહનું નકલી એન્કાઉન્ટર કરી શકે છે. ખાલિસ્તાની નેતાના જીવને જાેખમને ધ્યાનમાં રાખીને વારિસ પંજાબ દેના વકીલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.

આ મામલે વકીલે હાઈકોર્ટમાં અરજી કરી છે. વારિસ પંજાબ દેના કાયદાકીય સલાહકારે કહ્યું કે અમે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી છે. જે કાયદેસરના સમર્થન વિના વ્યક્તિની ગેરકાયદેસર અટકાયત સામે લાદવામાં આવે છે. એડવોકેટ ખારાએ જણાવ્યું હતું કે, પોલીસ કોઈને કોર્ટમાં રજૂ કર્યા વિના આ રીતે મારી શકે નહીં.

ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૧ મુજબ દરેક નાગરિકને જીવન જીવવાનો અધિકાર મળ્યો છે. તેણે આરોપ લગાવ્યો કે અટકાયત કરાયેલ વ્યક્તિને ૨૪ કલાકની અંદર કોર્ટમાં રજૂ કરવાની પોલીસની ફરજ છે, પરંતુ પોલીસે અમૃતપાલ સિંહને રજૂ કર્યો નથી.

જાેકે, પોલીસનો દાવો છે કે વારિસ પંજાબ ડી ચીફ અમૃતપાલ સિંહ હજુ પણ ફરાર છે અને તેને પકડવાના તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પંજાબ પોલીસનું કહેવું છે કે વારિસ પંજાબ દે સાથે સંકળાયેલા લોકો સામે ચાલી રહેલા ઓપરેશનમાં સામેલ અને પ્રાંતમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહેલા અન્ય ૩૪ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.