Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સોનાગિરી પહાડી પર ૭૭ મંદિરો આવેલા છે

નવી દિલ્હી, દતિયા જિલ્લાના સોનાગિરી ગામ, આમ તો ભૌગોલિક રીતે વધારે મોટુ નથી, પણ જૈન તીર્થસ્થળના કારણે તે દુનિયાભરમાં વિખ્યાત છે. અહીંની સોનાગિરી મંદિર જૈન શ્રદ્ધાળુઓમાં મુખ્ય તીર્થસ્થળમાંનું એક છે. એક પહાડી પર બનેલા મંદિરનો આ જૂથ ફક્ત આધ્યાત્મિક જ નહીં ણ પર્યટનની દ્રષ્ટિએ પણ ખૂબ મનમોહક લાગે છે. જૈન ધર્મમાં સોનાગિરનું નામ સન્માનથી લેવામાં આવે છે.

કહેવાય છે કે, જૈન ધર્મના આઠમા તીર્થંકર ભગવાન ચંદ્ર પ્રભુ અહીં ૧૭ વાર આવ્યા હતા. સોનાગિરીની મનોરમ્ય પહાડીનું પ્રાચીન નામ શ્રવણગિરિ અથવા સ્વર્ણગિરી હતું. જૈન અનુયાયિઓમાં પ્રચલિત કથાઓ અનુસાર, રાજા નગ અને અનંગ કુમાર આ પહાડ પર જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થયા હતા. તેમણે અહીં મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.

ત્યાર બાદ જૈન ધર્મના સંત અને અનુયાયીઓ મોક્ષ અને નિર્વાણની શોધમાં અહીં આવતા રહે છે. સોનાગિરી પહાડી પર બનેલા મંદિરોનો નિર્માણકાળ નવમી અને દસમી સદીનો છે. આ મંદિરોના કારણે સોનાગિરીની પ્રાકૃતિક છટા અદ્ભૂત લાગે છે.

અહીંના મનોરમ્ય દ્રશ્યોને પર્યટકો કલાકો સુધી મંત્રમુગ્ધ થઈને નિહાળતા રહે છે. એક જ પહાડ પર બનેલા ૭૭ સુંદર મંદિરનો નજારો આપનું મન મોહી લેશે. આ મંદિર ૧૩૨ એકર વિસ્તારમાં ફેલાયેલ છે અને એકબીજા સાથે જાેડાયેલ બે પહાડ પર બનેલા છે.

જૈન સમુદાયના આ તીર્થ સ્થાન પર હોળીના અવસર પર પાંચ દિવસીય ભવ્ય મેળાનું આયોજન હોય છે. આ મેળામાં મોટી સંખ્યામાં જૈન ધર્મને માનનારા અને ધાર્મિક પર્યટનમાં રસપ્રદ રાખનારા લોકો એકઠા થાય છે. હોળીની નજીક દર વર્ષે સોનાગિરની યાત્રા કરનારા પર્યટકોની સંખ્યા હજારોમાં છે. મેળા દરમિયાન કેટલીય રથ યાત્રા નીકાળે છે. નાના-મોટા તમામ મંદિરોને સજાવામાં આવે છે.

સોનાગિરી જૈન તીર્થસ્થળના ૭૭ મંદિરોમાંથી ૫૭ નંબરવાળા મુખ્ય મંદિર છે. કહેવાય છે કે, આચાર્ય શુભ ચંદ્ર અને ભર્તુહરિએ અહીં કપરી તપસ્યા કરી હતી. ૫૭ નંબરના મંદિરમાં ભગવાન ચંદ્ર પ્રભુની મૂળનાયક પ્રતિમા છે, જે ૧૭ ફુટ ઉંચી છે.

મંદિરના ગર્ભ ગૃહની છત રક કાચની શાનદાર નકશીકામ કર્યા છે. મંદિરના સભાગૃહમાં જૈન ધર્મના તમામ તીર્થકરોંના નામ દીવાલો પર લખાયેલ છે. સાથે જ આ પહાડ પર એક મહાસ્તભ પણ સ્થાપિત કર્યો છે, જેની ઊંચાઈ ૪૩ ફુટ છે. આ મંદિરના ગર્ભગૃહમાં બે લેખ દેવનાગરી લિપિમાં છે. જેમાં એક શિલાલેખ પર ૧૨૩૩ વિક્રમી સંવત અંકિત છે. પહાડી પર બનેલા તમામ મંદિર ખૂબ જ મનોરમ છે.

મંદિર સુધી જવા માટે ૮૪ સીડીઓ બનાવેલી છે. સોનાગિરી પહાડીની તળેટીમાં આવેલા ૨૬ જૈન મંદિર બનેલા છે. મંદિરોની આજૂબાજૂ પણ કેટલીય સુંદર કલાકૃતિઓ છે, જે આપનું મન મોહી લેશે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers