Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

આજે પણ મલાઈકા સાથે અરબાઝના છે સારા સંબંધ

મુંબઈ, મલાઈકા અરોરા (Bollywood Actress Malaika Arora) અને અરબાઝ ખાનને (Arbaz khan) અલગ થયે લગભગ છ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ આજે પણ તેમના બોન્ડની ખાસ્સી ચર્ચા થાય છે. અવારનવાર તેઓ પોતાના દીકરા અરહાન (Arhan Khan) માટે એક છત નીચે આવે છે અને સાથે દેખાય છે.

તેઓ પોતાની અંગત જિંદગીમાં આગળ વધી ગયા છે અને અલગ-અલગ વ્યક્તિના પ્રેમમાં છે. ડિવોર્સ પછી પણ અરબાઝ અને મલાઈકા વચ્ચે બોલવાના સંબંધો છે તે જાેઈને લોકોને આંખમાં ખૂંચે છે. જાેકે, આ મુદ્દે અરબાઝ ખાને જે જવાબ આપ્યો છે તે ટીકાકારોના મોં પર થપ્પડ સમાન છે.

અરબાઝ ખાને કહ્યું હતું કે, ડિવોર્સ પછી પણ એક્સ વાઈફ મલાઈકા અરોરા સાથે જાહેરમાં દેખાવાના કારણે ઘણીવાર લોકો નકારાત્મક ટિપ્પણીઓ કરે છે. મલાઈકા અને અરબાઝને સાથે જાેઈને લોકો કહે છે કે તેઓ નાટક કરી રહ્યા છે.

આ અંગે જવાબ આપતાં અરબાઝે કહ્યું, “લોકો કંઈ પણ કહી શકે છે અને સાચું કહું તો આ બધા વિશે અમે વિચારતા નથી. અમને ફરક નથી પડતો કે દુનિયા અમારા વિશે શું કહે છે. શું કોઈ વ્યક્તિ પોતાની પૂર્વ પત્ની સાથે વાત ના કરી શકે? તેમાં નવાઈ પામવા જેવું શું છે.

અરબાઝે જણાવ્યું કે, મલાઈકા સાથે તેની ફોન પર વાતો થાય છે. શું વાતો થાય છે તે જણાવતાં અરબાઝે આગળ કહ્યું, અમારા દીકરા અરહાનના અભ્યાસ અને તેના કરિયરને લઈને અમે અવારનવાર ચર્ચા કરતા રહીએ છીએ.

ઘણીવાર અરહાનનો ફોન નથી લાગતો કે તેની સાથે વાત ના થાય ત્યારે હું સીધો તેની મમ્મી મલાઈકાને ફોન કરીને પૂછું છું. સાચું કહું તો મને નથી લાગતું કે પોતાના દીકરા માટે પૂર્વ પત્નીને મળવું કે તેની સાથે વાત કરવી ખોટું છે. લોકો ભલે કંઈપણ બોલે પરંતુ તેમને નથી ખબર કે અમારા પરિવારની અંદર શું ચાલે છે. તેમને જે દેખાય છે તેના પર જ તેઓ પ્રતિક્રિયા આપે છે.

જણાવી દઈએ કે, અરબાઝ અને મલાઈકા ડિવોર્સ પછી પણ પોતાના દીકરા અરહાન સાથે હોલિડે પર જઈ ચૂક્યા છે. થોડા દિવસો પહેલા જ મલાઈકા અને અરબાઝ મુંબઈ એરપોર્ટ પર જાેવા મળ્યા હતા. તેઓ દીકરા અરહાનને મૂકવા આવ્યા હતા. અરહાન ગયો પછી મલાઈકા-અરબાઝે ગળે મળીને એકબીજાને વિદાય આપી હતી. આ વિડીયો પર લોકોએ ખાસ્સી નેગેટિવ ટિપ્પણી કરી હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers