Western Times News

Gujarati News

આલિયાના ફેવરિટ હોલિડે ડેસ્ટિનેશન પર પહોંચી કરીના કપૂર

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન પતિ સૈફ અને બંને દીકરાઓ તૈમૂર અને જેહ સાથે સાઉથ આફ્રિકામાં રજાઓ ગાળી રહી છે. કરીના કપૂર તેની ભાભી આલિયા ભટ્ટના સાઉથ આફ્રિકાના ફેવરિટ પ્લેસ મસાઈ મારા પહોંચી હતી.

કરીના કપૂરે અહીંની સ્થાનિક આદિવાસી મહિલાઓ સાથે મુલાકાત કરી હતી. કરીનાએ સોશિયલ મીડિયા પર તે મહિલાઓ સાથેની તસવીર શેર કરી હતી. કરીના કપૂરે શેર કરેલી તસવીરોમાં જાેઈ શકો છો કે મસાઈ મારાની સ્થાનિક મહિલાઓએ રંગબેરંગી કપડા પહેર્યા છે. ત્યાંની મહિલાઓના પરિધાન તેમની સંસ્કૃતિની ઝલક બતાવે છે. કરીના કપૂરે આ મહિલાઓનો ફોટોઝ પાડ્યા હતા.

કરીનાએ તસવીર શેર કરતાં લખ્યું હતું, “મસાઈ સમુદાયની અદ્ભૂત મહિલાઓ સાથે.” કરીનાએ બીજી એક તસવીર પણ શેર કરી હતી જેમાં તેનો દીકરો જેહ મસાઈ સમુદાઈની મહિલાઓ સમક્ષ ઊભેલો જાેવા મળે છે.

કરીનાએ આ ફોટો શેર કરતાં લખ્યું, જેહ બાબા, ધ લેડીઝ મેન. અગાઉ કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેઓ જંગલ સફારી પર નીકળ્યા હતા એ વખતની તસવીર શેર કરી હતી. હાલમાં જ કરીનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સિંહનો ફોટો શેર કરતાં લખ્યું છે, “ખૂબ હેન્ડસમ છોકરો છે. કરીના કપૂરે ઈન્ટાગ્રામ પર વધુ એક ફોટો શેર કર્યો હતો જેમાં તેની પાછળ ઝિબ્રા ફરતા જાેઈ શકાય છે.

આ ફોટો શેર કરતાં બેબોએ લખ્યું હતું, “શું કરો છો? કંઈ નહીં મારા નવા ફ્રેન્ડ્‌સ સાથે મજા કરી રહી છું.” ઉલ્લેખનીય છે કે, કરીના અને સૈફ ગત સોમવારે પોતાના દીકરાઓ સાથે મુંબઈથી સાઉથ આફ્રિકા જવા રવાના થયા હતા. છેલ્લા અઠવાડિયાથી પરિવાર સાઉથ આફ્રિકામાં વેકેશન માણી રહ્યો છે. વર્કફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર હવે હંસલ મહેતાની ફિલ્મમાં જાેવા મળશે.

આ સિવાય તે સુજાેષ ઘોષની આગામી ફિલ્મ ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’માં દેખાશે. ઉપરાંત રિયા કપૂરની ફિલ્મ ‘ધ ક્રૂ’માં કરીના ક્રિતી સેનન અને તબ્બુ સાથે જાેવા મળશે. સૈફની વાત કરીએ તો, તે ફિલ્મ ‘આદિપુરુષ’માં પ્રભાસ અને ક્રિતી સેનન સાથે જાેવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.