Western Times News

Gujarati News

ડાયાબિટિસના દર્દી માટે લાલ મરચું કેટલું ઉપકારક ?

લાલ મરચુ અને કાપાઈસિન મેટાબોલિક સિન્ડ્રોમ અને એના સંબંધી ડાયાબિટીસ જેવી બીમારીઓને અંકુશમાં રાખવામાં મદદરૂપ થાય છે

ભારતમાં તીખાં તમતમતાં મરચાં વિના રસોઈની કલ્પના કરવી મુશ્કેલ છે. કિચનમાં લીલા મરચાં અને મરચાંની ભુકીની હાજરી જરૂરી છે. વાનગીમાં સ્વાદ લાવવા મરચાંનો ઉપયોગ કરાય છે, પરંતુ હકીકતમાં એમાં ઔષધિય ગુણો પણ છે. બહુ ઓછા લોકો જાણે છે કે મરચાંમાં કાપાઈસિન નામનું એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે, જે સ્વાસ્થ્ય માટે બહુ બધી રીતે ઉપયોગી છે એનો સૌથી મોટો ગુણ એ છે કે એનાથી ડાયાબિટીસની રોકથામ અને એનું મેનેજમેન્ટ બંને થઈ શકે છે.Red Chillies for Diabetics

તાજેતરમાં ઈરાનિયન જર્નલ ઓફ બેસિક મેડિકલ સાયન્સિસમાં પ્રગટ થયેલા એક અભ્યાસ મુજબ લાલ મરચુ અને કાપાઈસિન મેટાબોલિક સિન્ડ્રોમ અને એના સંબંધી ડાયાબિટીસ જેવી બીમારીઓને અંકુશમાં રાખવામાં મદદરૂપ થાય છે એટલે અહી આપણે એ બાબતની ચર્ચા કરીશું કે મરચું ડાયાબિટીસના દર્દીઓ માટે કેટલું ઉપકારક છે?

દુનિયામાં ફેલાયેલી ઓટોઈમ્યુન વ્યાધિઓમાં ટાઈપ-૧ ડાયાબિટિસનો નંબર પહેલો આવે છે. ટાઈપ-૧ ડાયાબિટીસ શરીરની રોગપ્રતિકારક યંત્રણા (ઈમ્યુન સિસ્ટમ)ના મહત્વના ઘટક ટી-સેલ્સ પર સકંજાે આવે છે, જેનું ઓટો ઈમ્યુન રિએકશન આવતા શરીર પોતે જ પોતાની સ્વાદુપિંડ (પેન્ક્રિયાઝ)ની સેલ્સ (ગ્રંથિઓ) પર આક્રમણ કરે છે અને એના પરિણામે ઈન્સ્યુલિન પેદા થવામાં અવરોધ આવે છે. મરચાંમાં રહેલા કપાઈસિનમાં ઈમ્યુન સિસ્ટમમાં બદલાવવાનો ગુણ હોય છે એટલે મરચુ ખાવાથી શરીરને મળતા આ મહત્વના કમ્પાઉન્ડથી સ્વાદુપિંડમાં ઓટોઈમ્યૂન રિએકશન્સને દબાવી ટાઈપ વન ડાયાબિટિસને વિકસતા રોકી શકાય છે.

કેટલીક સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન ગેસ્ટેશનલ ડાયાબિટીસ (જીડી) થાય છે જીડી મા અને બાળક બંને માટે જાેખમી છે. જીડીને લીધે ગર્ભવતી મહિલાને હાઈબીપી અને હાથ-પગમાં સોજાે આવવા જેવી તકલીફ થાય છે જયારે એને કારણે ગર્ભમાના શિશુનો અધુરા મહિને જન્મ ઉપરાંત ગર્ભમાં જ એના મોત જેવા જાેખમો ઉભા થાય છે. જીડીથી પીડાતી ૪ર ગર્ભવતી સ્ત્રીઓના અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે કાપાઈસિન કમ્પાઉન્ડ ધરાવતા મરચાંવાળી વાનગીઓ ખાવાથી મહિલાઓમાં ભોજન પછી ગ્લુકોઝની માત્રા વધવા ઉપરાંત ઈન્સ્યુલિન અને કોલેસ્ટરોલનું લેવલ પણ ઉચે જાય છે પરિણામે નવજાત શિશુ સુરક્ષિત રહે છે.

અભ્યાસમાં એવો પણ નિષ્કર્ષ નીકળ્યો હતો કે મરચાંમાં મળતું કાપાઈસિન ગ્લુકોઝની વિવિધ કામગીરી વચ્ચે સંતુલન રાખવામાં મદદરૂપ થઈ ડાયાબિટીસ થવાનું જાેખમ ઘણું બધું ઘટાડી દે છે. લોહીમાં સપ્રમાણ ગ્લુકોઝ જાળવવા માટે ઈન્સ્યુલિન અને ગ્લુકાગોન વચ્ચે જે બેલેન્સ જાળવવું જરૂરી છે એને મેડિકલ જારગોનમાં ગ્લુકોઝ હેમિયોસ્ટેસિસ કહેવાય છે. કાપાઈસિનથી ભરપુર મરચું ખાવાથી એક પ્રકારના રિસેયર્સ સક્રિય થાય છે, જે ઈન્સ્યુલિન સામેનો પ્રતિકાર અને કોલેસ્ટેરોલનું લેવલ વધતુ રોકવા ઉપરાંત બળતરા ઓછી કરવામાં મદદરૂપ થાય છે એને લીધે ડાયાબિટીસનું મેનેજમેન્ટ યોગ્ય રીતે થઈ શકે છે.

સૌ જાણે છે એમ શરીરમાં ડાયાબિટિસનો રોગ ઘર કરી જાય એ માટેનું એક મોટું કારણ ઓબેસિટી (મેદસ્વિતા) છે. સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે કાપાઈસિનથી ભરપુર ખોરાક લેવાતી મેદસ્વિતા ઓછી થાય છે. ઓવર વેઈટ કે મેદસ્વી વ્યક્તિઓ કાપાઈસિન ધરાવતા મરચાનું લાંબા સમય સુધી સેવન કરે તો વેઈટ મેનેજમેન્ટમાં એનું પોઝિટિવ પરિણામ જાેવા મળે છે. સામાન્યપણે લીલા મરચાં અને મરચાંની ભુકીનો ઉપયોગ ભારતમાં મોટાભાગની વાનગઅીો થતો હોવાથી આપણા માટે લાંબા ગાળા સુધી મરચાંનું સેવન સહેલી બાબત બની છે. દેહનું આ રીતે વજન ઘટવાથી મેદસ્વિતાને લીધે થતા ડાયાબિટિસનું જાેખમ પણ ઓછું થઈ જાય છે.

કેટલાક અભ્યાસ એમ કહે છે કે લાલ મરચાંમાં વિટામિન સી મોટા પ્રમાણમાં હોય છે જે ખોરાકમાંથી આયર્ન વધારે પ્રમાણમાં શોષવામાં નિમિત બને છે આયર્ન લાલ રકતકણોનું ઉત્પાદન અને એની સપ્લાય વધારી દે છે, પણ એનું વધતું પ્રમાણ સ્વાદુપિંડના સેલ્સને ડેમેજ કરે છે. પરિણામે ઈન્સ્યુલિનના સ્ત્રાવમાં સમસ્યા ઉભી થાય છે એટલે ડાયાબિટીસ કે પ્રિ-ડાયાબિટીસના દર્દીઓમાં મરચાનું વધુ પડતું સેવન એમનું સ્વાસ્થ્ય બગાડી ગુંચવણો ઉભી કરી શકે છે.

બીજું, તીખું તમતમતું મરચું પેડુના દુખાવા, ડાયરિયા, બળતરા અને પેટ ફુલી જવા જેવી સાઈડ ઈફેકટસમાં જઠરમાં ઉભી કરી શકે છે જેમનું પાચન તંત્ર નબળું હોય એમના માટે મરચું અભિશાપ બની રહે છે. મરચું ડાયાબિટિસની રોકથામ અને એના મેનેજમેન્ટમાં મદદરૂપ થાય છે એ હકીકત છે, પરંતુ આખરે તો એ એક તજાના છે એટલે એનો પ્રમાણસર ઉપયોગ જરૂરી છે. આ સંદર્ભમાં ડોકટર કે ડાયેટિશિયનને કન્સલ્ટ કરવાનું વધુ સલાહભર્યું ગણાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.