Western Times News

Gujarati News

બોસને રિઝવવા કરતાં કામ કરવું વધુ ફાયદાકારક છે

તમારી આવડત બતાવી હશે તો તેની નોંધ કાયમી રહેશે અને પગાર વધારો પણ મળશે અને તમારે માગવું નહીં પડે

આપણે માર્ચની ગરમી અને કેરીની સીઝન કરતા પગાર વધારાની સીઝનથી વધુ રાહત અનુભવીએ છીએ કારણ કે દર મહિને બેન્કના ખાતામાં આવતા પૈસામાં વધારો કોને ન ગમે ? ઈન્સ્ટાગ્રામ પર એક સરસ રીલ જાેઈ હતી કે દરેક યુવાનને તેના મોબાઈલમાં ગર્લફ્રેન્ડના મેસેજની નોટિફિકેશન કરતાં સેલેરી બેન્કમાં જમા થાય તેનું નોટિફિકેશન વધુ ગમતું હોય છે. આપણે ઈન્ક્રીમેન્ટની વાત કરી અને દરેકને પગાર વધારો એપ્રિલમાં બોસના રિવ્યુને આધારે મળતો હોય છે. જયા કંપની હોય ત્યાં સીધા તમે જેને રીપોર્ટીંગ કરતા હો તે બોસ તમારા પરફોર્મન્સનું રિવ્યુ કરે અને સાથે એચઆર પણ રિવ્યુ કરે પછી તમારો પગાર વધારો નકકી થાય જયારે નાની કંપની હોય તો એક માત્ર તમારા બોસ જ તમને કામ સોંપતા હોય તે તમારો પગાર કેટલો વધારવો તે નકકી કરતા હોય છે અને એટલે જ મોટાભાગે જાન્યુઆરી મહિનાથી બોસની નજરમાં આવવા માટે અને બોસને સારુ લગાડવા માટે બધા જ પ્રયત્નોની શરૂઆત થઈ જતી હોય છે. આ પૃથ્વી પર દરેક રાજાને તેના વખાણ કરતી પ્રજા અને મંત્રી વધુ વહાલા લાગતા હોય છે તેવી જ રીતે દરેક બોસને મીઠી ભાષામાં અને તેના કહ્યા મુજબ કામ કરતો સ્ટાફ વધુ યાદ પણ રહેઅને વધુ ગમવા લાગતો હોય છે.

એપ્રિલમાં જયારે ઈન્ક્રીમેન્ટની વાત આવે ત્યારે છેલ્લા ત્રણ મહિનાનું બોસને પણ યાદ હોય છે એટલે કામ કરનાર પોતાની રમતમાં સફળ પણ થાય છે પણ એક વાત દરેક પગાર વધારો મેળવવા ઈચ્છતો વ્યક્તિ ભુલી જે છે કે દરેક વ્યક્તિ જે તમારા બોસ છે તેમને પોતાના એટલે કે કંપનીના ખિસ્સામાંથી પૈસા આપવા તો જ ગમશે જાે કંપનીનું કામ થતું હોય
જેનાથી કંપનીને ફાયદો મળતો હોય. તમે બોસને ખુશ કરશો તો તે નારાજ પણ થાય તેવી શક્યતાને ભુલતા નહીં પરંતુ જાે તમે કામ કરીને કંપનીને ફાયદો આપ્યો હશે, તમારી આવડત બતાવી હશે તો તેની નોંધ કાયમી રહેશે અને પગાર વધારો પણ મળશે અને તમારે માંગવુ નહી પડે. કોઈપણ વ્યક્તિને રિજવવા કરતાં કંપનીને કામને કરવાથી તમે બધાના ધ્યાનમાં પણ આવશો. ખોટી ખુશામત કરવાથી બોસ થોડીવાર ખુશ થશે અને જાે તમને અનેતમારા સ્વભાવને ઓળખતો હશે તો કદાચ સમજી પણ જશે કે તમે તેના ખોટા વખાણ કરી રહ્યા છો અથવા માખણ લગાવી રહ્યા છો.

જેથી તમને વધુ નુકસાન થઈ શકે છે. જેવો એપ્રિલ પુરો થશે અને ધારોકે તમારું ઈન્ક્રીમેન્ટ મળી જાય છે અને પછી તમે તમારા બોસની વાત નથી સાંભળતા અને હવે તમને તમારા બોસ થોડા રુડ એટલે કે સારા વર્તન કરવાવાળા નથી લાગતા તો વિચારો કે હવે તમે શું કરશો ? અને તમારા બોસ પણ તમારા વિશે કેવું વિચારશે ? હવે ધારો કે તમે આખું વર્ષ કામ નથી કર્યું અને હવે માત્ર મનામણાં કરીને તમે પગાર વધારો મેળવવા માગો છો તો તમારું જ નુકશાન વધુ છે કારણ કે જયારે તમે કામ નથી કરતા ત્યારે તમારી આવડતમાં વધારો નથી થતો જેથી કંપનીને કઈ ફાયદો નથી એટલે તમે એક વધારાના વ્યક્તિ તરીકે ગણાવા લાગો છો એટલે વધુ સમય તમે ત્યાં કામ કરી શકશો નહી અને તમારે તે કંપની છોડવાનો સમય આવશે. માટે બોસને રિજવવામાં સમય બગાડવાને બદલે તમારા કામને ઈમ્પ્રૂવ કરો જેની નોંધ બધા લઈ શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.