Western Times News

Gujarati News

જાણો !! આ મંદિરમાં માતાજીની આરતી ખાસ ગોળાકાર મશાલથી થાય છે

અમદાવાદ, ચૈત્રિ નવરાત્રીને લઈને માતાજીના મંદિરોમાં અલગ અલગ પ્રકારની ખાસ આરતી નો મહિમા હોય છે . જેનો લ્હાવો લેવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે.

ત્યારે સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલા રાજરાજેશ્વરી શ્રી સપ્તશૃંગી દેવીના મંદિરમાં ખાસ મશાલ આરતીનું અનેરું મહત્વ છે. આ મંદિરમાં માતાજીની આરતી ઘી ના દિવા થી નહીં પરંતુ સુતરાઉ કાપડ થી બનાવવામાં આવેલી ખાસ ગોળાકાર મશાલ દ્વારા કરવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર એક વર્ષ દરમ્યાન ઉજવાતી ચાર નવરાત્રીમાં વર્ષની શરુઆત ચૈત્ર નવરાત્રી થી થાય છે .

આ દરમિયાન શહેરભરના દરેક માતાજીના મંદિરોમાં અવનવી રીતે કરવામાં આવતી પરંપરાગત આરતીનો નજારો જાેવા જેવો હોય છે. સામાન્ય રીતે આરતી ઘી ના દીવાની કરવામાં આવતી હોય છે પરંતુ સુરત શહેરના સલાબતપુરા રેશમવાદ ખાતે આવેલા સપ્તશ્રૃંગી માતાજીના મંદિરમાં આરતી મશાલ થી કરવામાં આવે છે.

આધ્યાત્મિકતાનો અનુભવ કરે છે. અહીં ૩૬૫ દિવસ દરરોજ ૨ ક.શ્રી સૂક્ત અને પુરુષ સૂક્તના વેદ મંત્ર થી સવારે ૭ વાગ્યે અભિષેક મહાપુજા કર્યા બાદ દુર્ગા સપ્તશતી દેવી કવચના મંત્રીથી નખ શિક સિંદૂર લેપન કરવામાં આવે છે.

ત્યારબાદ માતાજીની મશાલ આરતી કરવામાં આવે છે. મોટે ભાગે મશાલ આરતી પૂનમ અને પડવાના દિવસે કરવામાં આવે છે પરંતુ ચાર નવરાત્રીના નવ દિવસ પણ દરરોજ સવાર- સાંજ મશાલ આરતી થાય છે.

આ મશાલ આરતીમાં મશાલમાં માત્ર કાપડનો જ ઉપયોગ થયો હોવા છતાં માતાજીના નામના જાપ સાથે કરવામાં આવતી હોવાને કારણે મશાલ ગરમ લાગતી નથી અને તેથી જ તે ભક્તોમાં ઘણી પ્રચલિત છે.

મંદિરના પૂજારી લડડુ મહારાજે જણાવ્યું હતું કે, માતાજીનું પ્રાગટય સિંદૂરમાંથી થયું હોવાને કારણે તેમને દરરોજ સિંદૂર ચઢાવવામાં આવે છે અને તેની પ્રકૃતિ ગરમ હોવાથી માતાજીને ઠંડક આપવા માટે એટલે કે શાંત કરવા માટે ચંદન અને સુખડનો લાડુ માથા પર ચઢાવવામાં આવે છે અને તે સમયે ખાસ આ મશાલ આરતી કરવામાં આવે છે. મશાલ માત્ર સુતરાઉ કાપડથી બનાવવામાં આવે છે.

ચૈત્ર સુદ પડવો (ગુડી પડવો) બુધવાર તા. ૨૨-૩-૨૦૨૩ થી ચૈત્ર સુદ પુનમ શુક્રવાર તા. ૫-૪-૨૦૨૩ સુધી રહેશે. આ દરમ્યાન ભકતો માતાજીના દર્શન મહારાષ્ટ્રની શકિતપીઠ પૈકી કોલ્હાપુરના મહાલક્ષ્મી દેવી, તુળજાપુરના શ્રી તુળજાભવાનીદેવી અને માહુરગઢની શ્રી રેણુકામાતાના સ્વરૂપમાં કરશે.

મશાલની બનાવટ માતાજીનું નામ બોલતા કરી હોવાથી તે ઝડપથી સળગતી નથી અને હાથમાં ગરમ પણ લાગતી નથી. આ મંદિર સિવાય અન્ય કોઈ સ્થળે માતાજીની મશાલ આરતી થતી હોય તેવું અમારા ધ્યાને નથી. ચૈત્રિ નવરાત્રિના આ ઉત્સવ દરમ્યાન રોજે રોજ દેવીની પંચામૃત અભિષેક મહાપુજા, શૃંગાર, મશાલ આરતી, શ્રી સુકત પુજન, કુવારીકા પુજન, બટુક પુજન, ભૈરવ પુજન, સુવાસિની પુજન કરવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં કેસરી અને લાલ એમ બન્ને કલરને ખૂબ પવિત્ર માનવામાં આવતી હોવાથી માતાજીના શૃંગારમાં કેસરી અને લાલ કલરનો શૃંગાર વધુ હોય છે. જેથી અહીં બનાવવામાં આવતી મશાલ પણ લાલ રંગના સુતરાઉ કાપડના ઉપયોગથી જ તૈયાર કરવામાં આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.