Western Times News

Gujarati News

અબડાસા નજીકના દરિયાકાંઠે એકસાથે 7 Humpback Dolphin દેખાઈ

મુંબઈ, માર્ચ મહિનાની શરૂઆતમાં જ કચ્છના મુંદ્રા પોર્ટ નજીક ડોલ્ફિન માછલીનું એક ટોળું દેખાય હતું જે બાદ હાલ ફરી એકવખત કચ્છના દરિયાકાંઠે ડોલ્ફિનનું ટોળું જાેવા મળ્યું હતું. આ વખતે કચ્છના અબડાસા નજીક એકસાથે 7 Humpback Dolphin દેખાઈ હતી જેની વિડિયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

કચ્છના વિશાળ દરિયાકિનારે ભાગ્યે જ ડોલ્ફિન માછલી જાેવા મળતી હોય છે ત્યારે મહિનામાં બે વખત આ માછલીએ દેખા દેતા સોશ્યલ મીડિયા પર આ બાબત ધૂમ મચાવી રહી છે. માર્ચ ૩ના મુન્દ્રા પોર્ટના ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલની તદ્દન નજીક ડોલ્ફિનનું એક ટોળું દેખાયું હતું. સ્થળ પર હાજર લોકોએ આ ઘટનાના સાક્ષી બનવા સાથે તેનો વીડિયો લેતા સોશ્યલ મીડિયા પર તે વાયરલ થયો હતો.

હાલ થોડા દિવસો અગાઉ ફરી એકવખત કચ્છના અબડાસા નજીકના દરિયાકાંઠે ડોલ્ફિન માછલી દેખાતા લોકોમાં આશ્ચર્ય સર્જાયો છે. આ વખતે દેખાયેલી ડોલ્ફિન માછલીઓનું ટોળું હમ્પબેક ડોલ્ફિન પ્રજાતિની છે જે બાબત લોકોમાં ખાસ આશ્ચર્ય પમાડે છે.

હમ્પબેક પ્રજાતિની ડોલ્ફિનને ઊપરનાં ભાગે ગર્દનથી ખુંધ નીકળેલી હોય છે, જેને અંગ્રેજીમાં હમ્પ કહેવાય છે અને તે કારણે જ તેને હમ્પબેક ડોલ્ફિન તરીકે ઓળખાય છે.

દક્ષિણ આફ્રિકાના પૂર્વ છેડેથી ભારત અને ચીન સુધી જાેવા મળતી ડોલ્ફિનની આ પ્રજાતિને ઇન્ડિયન ઓશિયન હમ્પબેક ડોલ્ફિન તરીકે પણ ઓળખાય છે. ડોલ્ફિનની આ પ્રજાતિ ટોળામાં રહેવા માટે પ્રખ્યાત છે અને અનેક વખત ૨૦ના ટોળામાં પણ જાેવા મળી છે.ગુજરાત પાસેના દરિયામાં હમ્પબેક અને બોટલ નોઝ ડોલ્ફિન જાેવા મળતી હોય છે જેમાંથી બોટલ નોઝ ડોલ્ફિન ખૂબ દુર્લભ છે.

કચ્છમાં પણ મોટેભાગે હમ્પબેક ડોલ્ફિન જ દેખાતી હોય છે જ્યારે કે અગાઉ બોટલ નોઝ ડોલ્ફિન નોંધાયેલી છે તેવું મરીન રિસર્ચર યાશેશ શાહે જણાવ્યું હતું.

કચ્છના વિવિધ વિસ્તારો નજીકના દરિયામાં વધી રહેલી ડોલ્ફિનની સાઇટિંગ મુદ્દે યશેશ શાહે કહ્યું હતું કે, ડોલ્ફિન એ માછલીની એવી પ્રજાતિ છે જેને દરિયામાં ઉછળ કુદ કરતા જાેવું સૌને ગમે પરંતુ તેને દૂરથી જ જાેઈ તેમને એક સુરક્ષિત વાતાવરણ આપવું ખૂબ જરૂરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.