Western Times News

Gujarati News

કર્ણાટક ચૂંટણી માટે કોગ્રેસે ૧૨૪ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

નવી દિલ્હી, કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ૧૨૪ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર કનકપુરાથી ચૂંટણી લડશે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને વરુણાથી ટિકિટ આપવામાં આવી છે.

નોંધનીય છે કે સિદ્ધારમૈયાને તેમના પુત્રની સીટ પરથી ટિકિટ મળી હતી, જ્યારે તેઓ કોલારથી ચૂંટણી લડવા માંગતા હતા. ચૂંટણી પંચે હજુ કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી નથી.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર ચૂંટણી પંચ રવિવારે અથવા આવતા સપ્તાહની શરૂઆતમાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી શકે છે. ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થતાં જ સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે.

કર્ણાટકની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ ૨૪ મેના રોજ સમાપ્ત થશે. ત્યાં સુધીમાં પંચે ૨૨૪ બેઠકો ધરાવતી વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

ડેક્કન હેરાલ્ડના અહેવાલ મુજબ ચૂંટણી પંચ અને કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત માટે લગભગ તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

વડા પ્રધાન ચિક્કાબલ્લાપુર, બેંગલુરુ અને દાવણગેરેમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમની મુલાકાત દરમિયાન શહેરી ગતિશીલતા વધારવાના પ્રયાસમાં બેંગલુરુ મેટ્રો ફેઝ ૨ ના નવા વિભાગને ફ્લેગ ઓફ કરશે. પીએમ મોદી વ્હાઇટફિલ્ડ મેટ્રો સ્ટેશન પર બેંગલુરુ મેટ્રો ફેઝ ૨ હેઠળ રીચ-૧ એક્સટેન્શન પ્રોજેક્ટની વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) મેટ્રોથી કૃષ્ણરાજપુરા મેટ્રો લાઇન સુધીના ૧૩.૭૧ કિલોમીટરના રૂટનું ઉદ્‌ઘાટન કરશે.

લોકસભા સચિવાલયે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરી દીધી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. તેમનું નામ પણ હવે લોકસભાની વેબસાઈટ પર દેખાતું નથી. શુક્રવારે (૨૪ માર્ચ) આ સમગ્ર મામલાને લઈને હોબાળો થયો હતો.

શાસક પક્ષ ભાજપ સામે વિરોધ પક્ષો કોંગ્રેસ સાથે દેખાયા હતા અને એક અવાજે નિંદા કરી હતી. સાથે જ કોંગ્રેસ અને ભાજપે પણ આ અંગે વધુ રણનીતિ તૈયાર કરી છે. આ સમગ્ર મામલાને લઈને રાહુલ ગાંધી શનિવારે (૨૫ માર્ચ) પ્રેસ કોન્ફરન્સ કરશે.

આ સાથે કોંગ્રેસ કોર્ટમાં જવા અંગે પણ ર્નિણય લેશે. રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ થયા બાદ કેરળના વાયનાડની બેઠક શુક્રવારે ખાલી જાહેર કરવામાં આવી હતી. લોકસભાની વેબસાઈટ પર ૧૭મી લોકસભા માટે સાંસદોની યાદીમાં વાયનાડ સીટ ખાલી બતાવવામાં આવી છે.

રાહુલ ગાંધી આ બેઠક પરથી ચૂંટાયા હતા. આ સીટ ખાલી થયા બાદ ચૂંટણી પંચ ટેકનિકલ આધાર પર પેટાચૂંટણી કરાવી શકે છે, કારણ કે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં હજુ એક વર્ષથી વધુ સમય બાકી છે. વર્તમાન લોકસભાનો કાર્યકાળ આવતા વર્ષે જૂનમાં સમાપ્ત થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.