Western Times News

Gujarati News

પોતાની કલાથી અનેક મહીલાઓમાં હર્ષની લાગણી ઉભી કરનાર હર્ષા લાખાણી

મુળ વડોદરાના અને મહીસાગરના વતની આર્ટીસ્ટ, સંગીત અને સાહીત્ય રસીક હર્ષા લાખાણીની નારી રત્ન એવોર્ડ સુધીની સફર

સ્ત્રીઓની સામાજિક સમસ્યાઓને એક અલગ અંદાજમાં રજુ કરતા ચિત્રકાર હર્ષા લાખાણી

આત્મચિંતનમાં ડૂબી, બહારની દુનિયાને અને કુદરતને સમજવાના પ્રયત્નો કરી તેને પોતીની કળામાં ઉતારનાર કલાકાર છે આવા જ એક કલાપ્રેમી ચિત્રકાર હર્ષાલાખાણી છે. એમની ચિત્રો રુપી કલામાં લટાર મારવાનું મન થાય, તેમનાં ચિત્રોમાં માનવીય ચિંતનની રજુઆત દેખાય છે. ચિત્રમાં સત્યતાની ન માત્ર જલક હોય પરંતુ કથાનક કે કથાવસ્તુની અંદરના ભાવો અને વિચારની સચોટ અને કળાત્મક રજુઆત હોય અને સાથે સાથે કુદરતની કળાની છાંટ પણ હોય.

ચિત્રોમાં મુખ્ય વસ્તુ મૂખ્ય વિષયના વિચારો-માનસિક સ્થિતી-પરિસ્થિતીની રજુઆત તેમની કલાની ખાસિયત છે. રંગોના યોગ્ય મિશ્રણ અને શેડ વિષયવસ્તુની વાસ્તવિકતાની એટલા નિકટ હોય છે કે કલાપ્રેમી તેમના આકર્ષણને અવગણી શકે નહી.

પ્રકૃતિને પ્રેમ કરવો, સામાજિક બગીઓને દુર કરવી જેવા આજના ગંભીર વિષયો અંગે કળાના સહારે અસરકારક રજુઆત તેમના ચિત્રોમાં જોવા મળે છે. તેમની પીંછી દ્રારા અબોલને વાંચા અને વંચિતને સભ્ય સમાજ સામે તેમનો અવાજ બુલંદ કરવાની પ્રેરણા મળી રહે છે. સ્ત્રીઓની સામાજિક સમસ્યાની અભિવ્યકિતએ તેમની કળાનું એક અદકેરુ અને લોકચાહના પાછળનું એક વિશેષ કારણ છે.

તેમની સાથેની મુલાકાતમાં કલા અંગે તેમના મંતવ્યો પુછતાં તેમણે જણાવ્યું કે, કલાએ મનુષ્ય મનુષ્ય વચ્ચે વિનિમયનું એક સાધન છે, જે તેમને અન્ય પ્રાણીઓથી અલગ તારવી મનુષ્ય બનાવે છે. કલાને રજુ કરવામાં પોતે અનુભવેલી લાગણીને પાછી પોતાનામાં જગવવી અને એમ કરીને પાછી તેને હલનચલન, રેખા, રંગ, ધ્વની કે શબ્દ-ચિત્રણ દ્વારા બીજાઓને એવી રીતે પહોંચાડવી કે જેથી તે જ લાગણી તેઓ અનુભવે.

આમ, કલા એ મનુષ્યમાં એકતા કે મિલનનું સાધન છે. એનો કુદરતી પાયો એ છે કે, મનુષ્ય-ચિત્ત સામાની લાગણી ઝીલી શકે છે. તેથી જ તો કલાની ક્રિયા અતિ મહત્વની માનવપ્રવૃતિ છે. ખુદ ભાષાની ક્રિયા જેટલી તેની મહત્તા છે, અને મનુષ્યમાં તે એટલી જ સર્વસામાન્ય વ્યાપેલી છે.

અહીં એ નોંધનીય છે કે, આ વર્ષે જ મહીલા દીન નિમિતે તેઓને આર્ટ કેમ્પ અને એકઝીબીશન સાથે કલા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન બદલ સીને મીડિયા ફાઉન્ડેશન અને ધ બ્યુટી ટાઉન દ્વારા વિશ્વ નારી રત્ન- ૨૦૨૩ દ્રારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

તેમની સાથે એવોર્ડની મહત્વતા અંગે વાત કરતા તેઓએ એવોર્ડ પ્રાપ્ત કરતાં ખુશીની લાગણી વ્યકત કરી અને તેમણે એવોર્ડને કલાને સમર્પિત કરતા કહ્યું કે એવોર્ડ એ સમાજ અને લોકો દ્વારા લીધેલ નોંધનું એક પરિમાણ માત્ર છે પરંતુ તે સર્વશ્વ નથી.

અંતે તો મારી કલા દ્રારા મને મળતી આંતરીક ખુશી એ જ મારા માટે જરુરી છે અને જ્યારે હું કોઈ કલાનું સર્જન કરુ છું ત્યારે જીવંતતા અનુભવું છું અને માનવજીવનમાં સતત જીવંતતા અનુભવવી તેનાથી સર્વોચ્ચ અહેસાસ મારા મતે કોઈ નથી. તેણી દ્વારા દિલ્હી, વડોદરા, સુરત, અમદાવાદ, પોંડીચેરી,જયપુર,પુણે, મુંબઈ અને જુનાગઢ ખાતે અવારનવાર વર્કશોપ તથા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.