Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કન્ટેરનમાં ઘૂસી અમેરિકા જવાના પ્રયાસમાં ત્રણના મોત

અમેરિકા જવાનો શોર્ટ કટ ભારે પડ્યો

પોલીસે કન્ટેનર ખોલીને ૨૪ લોકોને કાઢ્યા, ત્રણના ત્યાં જ મોત થઈ ગયા

અમદાવાદ, ગમે તેમ કરીને અમેરિકા પહોંચવું અનેક લોકોનું સપનું હોય છે. જાેકે, જે લોકો કાયદેસર રીતે ત્યાં નથી જઈ શકતા તેઓ અમેરિકાની ધરતી પર પગ મૂકવા એવા ભયાનક જાેખમ લેવા તૈયાર થઈ જતાં હોય છે કે જેની કલ્પના પણ ના કરી શકાય. આવી જ એક ઘટનામાં એરટાઈટ કન્ટેનરમાં પૂરાઈને મેક્સિકો બોર્ડર ક્રોસ કરી અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં ૨૪ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. Three died trying to enter America illegally in a container

પોલીસે માલગાડીમાં લઈ જવાતું કન્ટેનર ખોલ્યું તો તેમાંથી ભરચક ગોઠવાયેલા સામાન વચ્ચેથી ૨૪ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જાેકે, અમેરિકાની પોલીસ આ લોકો સુધી પહોંચી તે પહેલા તો ૩ લોકોના ગૂંગળાઈ જવાના કારણે મોત થઈ ચૂક્યા હતા, જ્યારે ૧૫ લોકોની હાલત એવી થઈ ગઈ હતી કે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા.

આ તમામ લોકો ટેક્સાસના બોર્ડર સિટી ડેલ રિયોમાંથી પકડાયા હતા. મેક્સિકો અને ટેક્સાસ વચ્ચે જે ટ્રેન દોડે છે તેમાં આ પ્રકારે અનેકવાર ગુડ્‌સ ટ્રેનમાં કન્ટેનરમાં બેસાડીને લોકોને બોર્ડર ક્રોસ કરાવાતી હોય છે. દર વર્ષે આ પ્રકારે અમેરિકામાં ઘૂસવાના ચક્કરમાં અનેક લોકોના મોત પણ થાય છે. હજુ શુક્રવારે જ આવી જ એક ઘટનામાં એક માલગાડીમાંથી પોલીસને બે લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા.જ્યારે ગૂંગળાઈ ગયેલા ૧૦ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જેમાં ચારની હાલત તો એટલી ખરાબ હતી કે તેમને એરલિફ્ટ કરવા પડ્યા હતા.જીવ જાેખમમાં મૂકીને અમેરિકા જવાનો પ્રયાસ કરનારા આ લોકો મોટાભાગે સાઉથ અમેરિકાના ગરીબ દેશોના લોકો હોય છે. જેઓ મોટાભાગે પગપાળા કે બીજી કોઈ રીતે મેક્સિકો પહોંચે છે, અને ત્યાંથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરે છે.

તેના માટે તેઓ ક્યારેક બંધબોડીની ટ્રકમાં તો ક્યારેક ગુડ્‌સ ટ્રેનમાં પણ બેસી જતા હોય છે, પરંતુ અમેરિકા પહોંચતા પહેલા જ તેમનું મોત થઈ જાય છે.ગેરકાયદે રીતે અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવવાનો બિઝનેસ પણ કરોડો ડોલરનો છે. જેમાં મોટાભાગે મેક્સિકોના માફિયા સંડોવાયેલા હોય છે, આ લોકો અમુક નિશ્ચિત રકમ લઈને અમેરિકા જવા માગતા લોકોને બોર્ડર ક્રોસ કરાવી દે છે, જેમાં વર્ષેદહાડે સેંકડો લોકોના મોત થાય છે.

તેમાંય અમેરિકા-મેક્સિકોના બોર્ડર એરિયામાં ઉનાળા દરમિયાન તો સ્થિતિ ખૂબ જ કપરી થઈ જતી હોય છે. અહીંના વેરાન વિસ્તારોમાં એવી કાળઝાળ ગરમી પડે છે કે અમુક કલાકો સુધી જાે પાણી ના મળે તો કોઈપણ માણસની લાશ પડી જાય. તેવામાં એરટાઈટ કન્ટેનરમાં ઘૂસીને આવી ગરમીમાં અમેરિકા જવા નીકળતા લોકો ઘણીવાર રસ્તામાં જ ગૂંગળાઈને મોતને ભેટતા હોય છે.

હજુ ગયા વર્ષે જ અમેરિકાના ટેક્સાસના સાન એન્ટાનિયો સિટીની બહાર એક બિનવારસી કન્ટેનર ટ્રકમાંથી ૫૦ લાશો મળી આવી હતી. અમેરિકા જવાના પ્રયાસમાં એક સાથે આટલા બધા લોકોના મોત થયા હોય તેવી આ અમેરિકાની સૌથી મોટી ઘટના હતી. જાેકે, તેમ છતાંય અમેરિકાની સાઉથ બોર્ડર પર ઘૂસણખોરી જરાય ઓછી નથી થઈ રહી.

અમેરિકાની સરકાર પણ મેક્સિકો બોર્ડર પર ટ્રમ્પ વોલ બનાવવા ઉપરાંત ઠેર-ઠેર ફેન્સિંગ કરવામાં અબજાે ડોલરનો ખર્ચો કરી ચૂકી છે, ઘૂસણખોરી રોકવા માટે મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ પણ અહીં તૈનાત કરાયા છે, તેમ છતાંય વર્ષોથી ચાલ્યા આવતા આ હ્યુમન સ્મગ્લિંગ પર કાબૂ મેળવવાના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા છે

Copyright © All rights reserved. | Developed by Aneri Developers