Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

J&K:ચિનાબ નદી પર એફિલ ટાવરથી ઊંચો રેલવે બ્રિજ તૈયાર

નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. નદીના તટથી આ પુલની ઊંચાઈ ૩૫૯ મીટર એટલે કે, ૧૧૭૮ ફુટ છે. આ એક આર્ક બ્રિજ છે અને એફિલ ટાવરથી પણ ૩૫ મીટર ઊંચો છે.

જમ્મુ કાશ્મીરમાં બનેલા ચિનાબ બ્રિજની લંબાઈ ૧૩૧૫ મીટર છે અને તેના નિર્માણનો ખર્ચ ૧૪૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. ખાસ વાત એ છે કે, આ પુલ ૨૬૦ કિમી પ્રતિ કલાકની સ્પિડથી ચાલતી હવાને ટક્કર આપવા સક્ષમ છે. તેના માટે ટે્‌સ્ટ થઈ ચુકી છે. તેની ઉંમર ૧૨૦ વર્ષ હશે. A railway bridge higher than the Eiffel Tower on Chenab river is ready

આ બ્રિજને સ્ટ્રક્ચરલ સ્ટીલથી બનાવ્યું છે અને આ માઈનસ ૧૦ ડિગ્રી સેલ્સિયસથી ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનને વેઠવા માટે સક્ષમ હશે. ચિનાબ બ્રિજ દેશમાં પહેલો એવો બ્રિજ છે, જે બ્લાસ્ટ લોડ માટે ડિઝાઈન કર્યો છે. આ આર્ક બ્રિજ રિએક્ટર સ્કૈલ પર ૮ તીવ્રતાના ભૂકંપનો સામનો કરવામાં સક્ષમ હશે અને ૩૦ કિલોગ્રામ વિસ્ફોટકોથી થનારા બ્લાસ્ટનો સામનો કરી શકે છે.

ચિનાબ બ્રિજ ઉધમપુર-શ્રીનગર-બારામૂલા રેલવે લિંકનો ભાગ છે. જે જમ્મુ કાશ્મીરમાં રેલવે યાતાયાતને પ્રોત્સાહન આપવા માટે ૩૫૦૦૦ કરોડ રૂપિયાનો એક ડ્રીમ પ્રોજેક્ટ છે.

ખાસ વાત છે કે, ચિનાબ બ્રિજ જેવા ડ્રીમ પ્રોજેક્ટને ૨૦૦૩માં એટલે કે, ૨૦ વર્ષ પહેલા મંજૂરી મળી ગઈ હતી. પણ તેના નિર્માણ માટે લોકોને ૨ દાયકા સુધી રાહ જાેવી પડી. હકીકતમાં સુરક્ષાના કારણે તેમની આશંકાઓને કારણે તેમાં મોડુ થઈ ગયું.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers