Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

TMKOCના મેકર્સને નથી મળી રહ્યા દયાભાભી

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો આશરે ૧૫ વર્ષથી પ્રસારિત થઈ રહ્યો છે. અત્યારસુધીમાં તેમા ઘણા પાત્રોની એન્ટ્રી અને એક્ઝિટ થઈ છે. પરંતુ એક પાત્ર એવું છે જેને આજે પણ દર્શકો ભૂલ્યા નથી અને તે છે દયાભાભી.

આ પાત્ર દિશા વાકાણી દ્વારા ભજવવામાં આવતું હતું, જે ૨૦૧૭માં મેટરનિટી લીવ પર ગયા બાદ હજી સુધી પરત ફરી નથી. માત્ર જેઠાલાલ અને ગોકુલધામવાસીઓ જ નહીં મેકર્સ પણ તેની રાહ જાેઈને થાક્યા છે. જાે કે, તે કમબેક કરશે તેવા કોઈ એંધાણ ન થતાં મેકર્સે તેને રિપ્લેસ કરી શકે તેવી એક્ટ્રેસની શોધ શરૂ કરી છે.Tmkoc DayaBhabhi Jethalaal

જાે કે, હજી સુધી તેમને તેમા સફળતા મળી નથી. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં પ્રોડ્યૂસર આસિત મોદીએ દિશા વાકાણીને રિપ્લેસ કરવી તે તેમના માટે સૌથી મોટો પડકાર હોવાનું કહ્યું હતું. ‘હું દિશા વાકાણીની વાપસીના સવાલને લઈે થાકી ગયો છું. હું ઈચ્છું છું કે લોકો હવે મને આ સવાલ ન કરે.

હું શોનો પ્રોડ્યૂસર છું તેથી મારે આ જવાબ આપવો પડશે. હું તો ઈચ્છું છું કે ઓરિજિનલ દયાભાભી ઉર્ફે દિશા વાકાણી જ પરત આવી જાય. દિશા મારી બહેન જેવી છે. તે તેના પરિવાર સાથે સમય પસાર કરવા માગે છે. તેને બે બાળકો છે. જાે તેને પાછા ન આવવું હોય તો હું દબાણ કરી શકું નહીં.

નવા દયાભાભી માટે આસિત મોદીની શોધ ચાલુ છે. આ અંગે અપડેટ આપતા તેમણે કહ્યું હતું કે ‘હું નવા દયાભાભી શોધી રહ્યો છું. આ પાત્ર ભજવવું સરળ નથી. દિશા વાકાણીએ જે પ્રકારનું કામ કર્યું છે તેના વિશે સૌ જાણે છે. આજે પણ લોકો તેને યાદ કરે છે. આ પાત્ર માટે કોઈ નવો ચહેરો લાવવો સરળ નહીં હોય. તેનો અર્થ એ નથી કે, હું ડરી ગયો છું. પરંતુ હું પર્ફેક્શન જાેઈ રહ્યો છું. દિશાની જગ્યા લેવી અશક્ય છે.

તેની પર્ફેક્શન સારી હતી. હું તેવી એક્ટ્રેસ શોધી રહ્યો છું, જે પોતાની પર્સનાલિટીથી દરેકને હેરાન કરી દે. થોડો સમય લાગશે. પરંતુ દયાભાભી મળી જશે. દિશા વાકાણીએ ૨૦૧૭માં પ્રેગ્નેન્સી દરમિયાન તારક મહેતા…નું શૂટિંગ યથાવત્‌ રાખ્યું હતું.

જાે કે, ડિલિવરીના થોડા સમય પહેલા તેણે બ્રેક લીધો હતો. દીકરીના જન્મ બાદ તેને પરત લાવવા માટે મેકર્સે ઘણી મહેનત કરી હતી પરંતુ તેનો પતિ આ બાબતમાં દખલીગરી કરી રહ્યો હોવાના તે સમયે રિપોર્ટ્‌સ હતા. જે બાદ વાત વધારે વણસી હતી.

ગત વર્ષે પણ તેના કમબેકની ખબર હતી પરંતુ તે સમયે તેણે દીકરાને જન્મ આપ્યો હતો. આમ તે ફરીથી જેઠાલાલ સાથે જાેવા મળશે તેવી દર્શકોની આશા પર પાણી ફરી વળ્યું હતું. તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ નથી. પરંતુ હાલમાં શિવરાત્રી પર તે પરિવાર સાથે શિવજીની પૂજા કરતી હોય તેવો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers