Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પતિ નિખિલ પટેલના કેન્યા સ્થિત ઘરે થયો દલજીત કૌરનો ગૃહપ્રવેશ

મુંબઈ, નિખિલ પટેલ સાથે દલજીત કૌરના લગ્ન થયા તેને ૧૦ દિવસ જેટલો સમય થઈ ગયો છે. બંનેએ ૧૯મી માર્ચે મુંબઈના ગુરુદ્વારામાં ફેરા લીધા હતા. થાઈલેન્ડ અને સિંગાપોરમાં હનીમૂન એન્જાેય કર્યા બાદ એક્ટ્રેસ તેના કેન્યાના નાઈરોબી સ્થિતિ નવા ઘરમાં ગોઠવાઈ જવાનો પ્રયાસ કરી રહી છે. Daljit Kaur’s marriage to Nikhil Patel

રવિવારે તેણે પતિ સાથે ઘરે પહોંચ્યા બાદ સામાન અનપેક કરવાની સાથે-સાથે ચિલ કરી રહી હોય તેવો વીડિયો શેર કર્યો હતો. હવે, નિખિલ પટેલે બાળકો, વટ્ટુ પરિવારના સભ્યો અને કેટલાક મિત્રોએ કેવી રીતે ત્યાં તેમનો ગૃહપ્રવેશ કરાવ્યો હતો તેની ઝલક દેખાડતો વીડિયો શેર કર્યો છે.

જેમાં ગુલાબની પાંખડીઓથી રૂમ સુંદર રીતે સજાવાયેલો જાેવા મળ્યો. નિખિલ પટેલે જે વીડિયો શેર કર્યો છે તેમાં જાેઈ શકાય છે કે, તેમના બેડરૂમના દરવાજાથી બેડ સુધી ગુલાબના ફૂલની પાંદડીઓ પાથરેલી છે. આ સિવાય બેડ પણ ફૂલની મદદથી ઈંગ્લિશમાં ‘ટેક ૨’ અને ‘ડીએન’ લખેલું છે તેમજ હાર્ટ બનાવ્યું છે.

આ સિવાય ટેબલ પર શેમ્પેઈનની બોટલની સાથે બે ગ્લાસ રાખ્યા છે તો બીજી પ્લેટમાં સ્વીટ મૂકેલી છે. આ ક્લિપના અંતમાં તેની મોટી દીકરી આરિયાના અને દલજીતના દીકરા જેડનને જાેઈ શકાય છે. આ સાથે તેણે લખ્યું છે ‘જ્યારે તમારો વટ્ટુ પરિવાર ઘરને સજાવવા માટે તૂટી પડી! ચીયર્સ.

કેન્યા જતા પહેલા દલજીત કૌરે નિખિલ પટેલ સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી અને નવા દેશમાં શિફ્ટ થવાનો ઉત્સાહ વર્ણવ્યો હતો. તેણે લખ્યું હતું ‘આજે ઓફિશિયલી કેન્યા શિફ્ટ થઈ રહી છું. ત્યાં વધુ પાગલપન, વધારે હાસ્ય અને વધારે સુંદર યાદો બનશે તેવી આશા…

ચાલો જાદુને શરૂ થવા દઈએ. દલજીત કૌરે અગાઉ આપેલા ઈન્ટરવ્યૂમાં લગ્ન બાદ તે પતિ નિખિલ અને દીકરા જેડન સાથે કેન્યા શિફ્ટ થવાની હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેમ પણ કહ્યું હતું કે, નિખિલની મોટી દીકરી તેમની સાથે જ્યારે નાની દીકરી તેના મમ્મી પાસે રહેશે. બંનેની મુલાકાત કેવી રીતે થઈ તેની વાત કરીએ તો, ગત વર્ષે દુબઈમાં એક કોમન ફ્રેન્ડને ત્યાં થયેલી પાર્ટીમાં તેમનો ભેટો થયો હતો.

નિખિલના અંગુઠામાં વાદળી નેઈલ પોલિશ જાેઈને દલજીતને આશ્ચર્ય થયું હતું અને ત્યાંથી તેમની વાતચીત શરૂ થઈ હતી. ત્યારે બંનેએ માત્ર બાળકો વિશે જ વાત કરી હતી અને પ્રથમ નજરે પ્રેમ નહોતો થયો. ધીમે-ધીમે તેઓ મિત્રો બન્યા અને બાદમાં ડેટ કરવાનું શરૂ કર્યું. આ વર્ષના જાન્યુઆરીમાં નિખિલ દલજીતને નેપાળના કાઠમંડુ લઈ ગયો હતો. અહીં તેણે તેને પ્રપોઝ કર્યું હતું અને બાદમાં સગાઈ કરી હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers