Western Times News

Gujarati News

“થિયેટર મારો હંમેશાં પ્રથમ પ્રેમ છે અને રહેશે”: આસીફ શેખ

થિયેટરથી ટેલિવિઝન સુધીનો કલાકારોની જર્ની કેવી રહી ?

વર્લ્ડ થિયેટર ડે 27 માર્ચે દર વર્ષે મનાવવામાં આવે છે. એન્ડટીવીના શોના કલાકારો થિયેટર માટે તેમનો પ્રેમ અને થિયેટરથી ટેલિવિઝન સુધી તેમના પ્રવાસ વિશે રસપ્રદ માહિતી આપે છે. આમાં અથર્વ (ભીમરાવ, એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકર), નેહા જોશી (યશોદા, દૂસરી મા), કામના પાઠક (રાજેશ, હપ્પુ કી ઉલટન પલટન) અને આસીફ શેખ (વિભૂતિ નારાયણ મિશ્રા, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.

ભાભીજી ઘર પર હૈમાં આસીફ શેખ ઉર્ફે વિભૂતિ નારાયણ મિશ્રા કહે છે, “થિયેટર મારો હંમેશાં પ્રથમ પ્રેમ છે અને રહેશે. અભિનય માટે મારી લગની જગાડવા અને મને મજબૂત પાય આપવા માટે તે મહત્ત્વપૂર્ણ માધ્યમ છે.

થિયેટરમાં મારા વહેલા દિવસોમાં મેં વિવિધ નાટકોમાં કામ કર્યું છે અને મને નામાંકિત હસ્તીઓ પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે. હું બોલીવૂડ અને ટેલિવિઝન સાથે વ્યસ્ત થયો પરંતુ થિયેટર છોડ્યું નથી.

થોડા મહિના પૂર્વે મને મારાં જૂનાં નાટકમાંથી એક હમ દીવાને હૈ પરવાનેમાં હિસ્સો બનવાનો મને મોકો મળ્યો. સાત વર્ષ પછી હું થિયેટરમાં પરફોર્મ કરવા માટે પાછો આવ્યો. મારા પરિવારે મને ટેકો આપ્યો અને મને ખુશી છે કે મારા બાળકો દર્શકોમાં મને જુએ છે. મારે માટે આ ગૌરવજનક અવસર છે.”

એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકરની ભૂમિકા ભજવતો અથર્વ કહે છે, “મારી અભિનયની કુશળતા નિખારવા માટે થિયેટરનું ભરપૂર યોગદાન છે. થિયેટરમાંથી મળેલી શીખે મને એન્ડટીવી પર એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકરમાં ભીમરાવની ભૂમિકા ભજવવાનો યાદગાર મોકો આપ્યો છે.

હું સાડા ત્રણ વર્ષનો હતો ત્યારે સૌપ્રથમ સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું. સ્ટેજ પરનો અનુભવ અદભુત હતો અને મારી અભિનયની કારકિર્દીનો પાયો રચાયો હતો. તેનાથ મારો મૌખિક સંદેશવ્યવહાર સુધર્યો હતો, વિશાળ સમૂહ સામે બોલવાનો આત્મવિશ્વાસ મારી અંદર કેળવાયો હતો, આંતરિક ગમગીની દર્શાવ્યા વિના પરફોર્મ કરવાનું શીખવ્યું અને અભિનય માટે માટે લગની પૂરી કરવા આત્મવિશ્વાસ મળ્યો.”

દૂસરી માની નેહા જોશી ઉર્ફે યશોદા કહે છે, “મારા વાલીઓ થિયેટરના કલાકારો છે. મારાં ઊછરવાનાં વર્ષોમાં મેં તેમને સ્ટેજ પર પરફોર્મ કરતાં જોયાં છે, જે સાથે તેમની પાસેથી અભિનય વિશે ઘણું બધું શીખ્યું છે. હું ચાર કે પાંચ વર્ષની હતી ત્યારની એક ઘટના મને યાદ છે.

હું મારી માતા અને તેના બે ફ્રેન્ડ્સબાળકો માટે નાટક બનાવતાં હતાં તે જોવા માટે ગઈ હતી અને તે દિવસે અમુક બાળકો આવ્યા નથી, જેથી મારી માતાએ મને ઊભી રાખી. હું રડવા લાગી અને તેને કહેતી હતી, મારે અહીં ઊભાં નહીં રહેવું. હું ક્યારેયસ્ટેજ પર એક્ટિંગ નહીં કરીશ. જોકે તેણે મને હેમખેમ સમજાવી અને આજે થિયેટર મારે માટે ઓક્સિજન સમાન છે.

જો મને સ્ટેજ પર જવા નહીં મળે તો મને ગૂંગળામણ થાયચે. હું થિયેટર ગ્રેજ્યુએટ છું અને હંમેશાં નાટકોનો હિસ્સો બનવાની ખાતરી રાખું છું. લોકો માનશે નહીં પરંતુ મેં થિયેટરો સાથે મારી કટિબદ્ધતાઓને લીધે ઘણી બધી ટીવી કમર્શિયલો અને ફિલ્મો ઠુકરાવી દીધી હતી. મેં મરાઠી સ્ટેજ ડ્રામા કિશન એક પુરે સાથે મારી કારકિર્દી શરૂ કરી.

થિયેટરે મને સારી અભિનેત્રી બનવા માટે ઘણું બધું આપ્યું છે. હું હજુ પણ થિયેટરના વર્કશોપ્સ લઉં છું, કારણ કે હું માનું છું કે જો તમે કલાકાર તરીકે વૃદ્ધિ કરવા માગતાં હોય તો તમારે પોતાને થિયેટર સાથે સાંકળી રાખવું જોઈએ. તમારી અભિનય કુશળતા શીખવા અને ખોજ કરવા માટે આ ઉત્તમ માધ્યમ છે.”

હપ્પુ કી ઉલટન પલટનમાં કામના પાઠક ઉર્ફે રાજેશ કહે છે, “હું પાંચ વર્ષની હતી ત્યારે સૌપ્રથમ સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું. થિયેટરમાંથી મેં જે પણ શીખ્યું તે આજીવન મારી જોડે રહેશે. થિયેટરમા રિટેક હોતા નથી. જો તમે નજીવી ભૂલ કરો તો પણ તમારે ઉદાસીનતામાંથી બહાર આવવું જોઈએ અને શો ચાલુ રાખવો જોઈએ. મારા અભિપ્રાયમાં થિયેટર નિપુણતા મેળવવા માટે મુશ્કેલ માધ્યમ છે. તેનાથી દર્શકો સાથે તમારું સીધું ઈન્ટરએકશન અને તુરંત પ્રતિસાદ વધે છે, જે તમને કલાકાર તરીકે આત્મવિશ્વાસ આપે છે.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.